સાબરકાંઠાની ચાર વિધાનસભામાંથી 3196 વોલ પેઇન્ટિંગ પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ:સાબરકાંઠાની ચાર વિધાનસભામાંથી 3196 વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરાયા લોકસભાની ચૂંટણી જાહેરાત બાદ આદર્શ આચારસંહિતાના અમલ માટે સૂચના કર્યા બાદ બાકી રહી ગયેલા બેનરો અને પોસ્ટરો પણ દૂર કરવામાં આવ્યા હતા. તો ચાર વિધાનસભામાં 3196 વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.

વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરાયા: આ અંગેની સાબરકાંઠા ચૂંટણી વિભાગમાંથી મળેલી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરવાની કામગીરી શરુ થઇ હતી. જેમાં ચૂંટણી વિભાગ દ્વારા પણ વિવિધ વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં 3196 વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરાયા છે તો વિધાનસભા પ્રમાણે વાત કરવામાં આવે તો હિંમતનગરમાં 932, ઇડરમાં 71, ખેડબ્રહ્મા 1526 અને પ્રાંતિજમાં 667 વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરાયા છે.

સાબરકાંઠા લોકસભામાં 2326 મતદાન મથકો: સાબરકાંઠા લોકસભામાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં વિધાનસભા પ્રમાણે વાત કરીએ તો હિંમતનગરમાં 326, ઇડરમાં 333, ખેડબ્રહ્મા 323, પ્રાંતિજમાં 297, ભિલોડામાં 400, મોડાસામાં 331, બાયડમાં 316 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

સાબરકાંઠા લોકસભામાં 397 શતાયુ મતદારો: સાબરકાંઠા લોકસભા બેઠકની સાત વિધાનસભામાં 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 369 છે. જેમાં સૌથી વધુ 111 શતાયુ મતદારો ભિલોડા વિધાનસભા વિસ્તારમાં છે. વિધાનસભા પ્રમાણે જોઈએ તો હિંમતનગરમાં 23, ઇડરમાં 42, ખેડબ્રહ્મામાં 59, પ્રાંતિજમાં 25, ભિલોડામાં 111, મોડાસામાં 52 અને બાયડમાં 57 મતદારોનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.