હિંમતનગર સરકારી નર્સિંગ કોલેજનો બે દિવસીય રમતોત્સવમાં 196 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી સરકારી નર્સિગ કોલેજનો બે દિવસીય વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. જેનું આજે સમાપન થયું હતું. જેમાં 196 વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તો પ્રથમ નંબરે આવનાર ખેલાડીઓને ટ્રોફી અને સન્માનપત્ર આવતીકાલે આપવામાં આવશે.ભણતર, ઘડતર સાથે તંદુરસ્તી જાળવવી પણ જરૂરી છે. જેને લઈને શાળા, સ્કૂલ અને કોલેજમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હિંમતનગરમાં જૂની સિવિલ ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સહિતના અભ્યાસ થાય છે. જેમાં 196 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ગુરુવારે બે દિવસીય વાર્ષિક રમતોત્સવ-2023નો પ્રારંભ થયો હતો. જેમાં 10 ઇન્ડોર રમતો હતી અને 10 આઉટડોર રમતો રમાડવામાં આવી હતી.


હિંમતનગર હાઇસ્કૂલના મેદાનમાં ગુરુવારે અને શુક્રવારે બે દિવસ આઉટડોર રમત જેમાં કબડ્ડી, દોડ, કુદ, કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, ખો-ખો સહિતની રમતો યોજાઈ હતી. જેમાં 196 વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવી હતી. શુક્રવારે સાંજે ખો-ખોની રમત સાથે રમતોત્સવ પૂર્ણ થયો હતો. તો અલગ અલગ રમતમાં વિજેતા પ્રથમ નંબરના ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી અને સન્માનપત્ર વિતરણ સમારોહમાં આપવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.