
હિંમતનગરમાં કોરોના વાયરસનો ભય યથાવત : વધુ બે દર્દી દાખલ
રખેવાળ ન્યુઝ હિંમતનગર : હિંમતનગરમાં કોરોના વાયરસનો ભય યથાવત છે. વધુ બે દર્દી દાખલ કરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૭ જેટલા દર્દીઓ કોરોના નેગેટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી રિપોર્ટની રાહ જોવાઇ રહેલા પરિવારમાં પણ રોષ ફેલાયો છે.
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૫૨ શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૫૧ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે ૩૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા લોકોને જીસ્જી દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચીન, જાપાન, ઇરાક, કોરિયા, ઇટાલી અને ઇરાનનો પ્રવાસ ન કરે.