Rakhewal | 08-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

નગરપાલિકાઓની ચૂંટણી યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ, ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, ૧૫મીએ ફોર્મ ચકાસણી તેમજ ૧૬મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે.

ભાજપના સભ્યો જ દારૂ -જુગારના અડ્ડા ચલાવતા હોવાનો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આક્ષેપ, ચૂંટણી ટાંણે ધારાસભ્યના નિવેદનથી રાજકીય ગરમાવો.

ડીસા આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓફ લાઇન પરીક્ષાનો વિરોધ, વિદ્યાર્થીઓ દ્વારા ધરણાંની ચીમકી.

ડીસામાં યુવકે બળજબરીથી નર્સ સાથે દુષ્કર્મ આચર્યુ, ઉત્તર પોલીસ મથકે પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ.

અંબાજી નજીક બાઇક સ્લીપ ખાતા એકનું મોત, આબુરોડથી જેતવાસ આવવા નીકળેલાં પિતા-પુત્રને અકસ્માત નડ્યો.

દાંતીવાડામાં બીએસએફ કોલોની ખાતે પરેડ સમયે જવાનને ચક્કર આવતા મોત નિપજ્યું, પરીવારમાં શોકનું મોજું.

ડીસા રૂરલ પોલીસે ૧૮ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો, ડ્રાઈવ દરમ્યાન પાંચ આરોપી પકડાયા.

ડીસા – પાટણ હાઇવે ઉપર જીવલેણ ખાડાથી ગમખ્વાર માર્ગ અકસ્માતની દહેશત.

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક ટર્બોની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત, અકસ્માત સર્જી ટર્બો સ્થળ પર મૂકી ચાલક ફરાર.

સમીના બાસ્પા ગામના બજાણીયા વસાહતના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવ્યા.

દૂધસાગર ડેરીમાં ખોટા ખર્ચા અને ખોટી કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી ડેરીને દેવા મુકત બનાવવાની ચેરમેનની ખાતરી.

પલ્સ કંપનીમાં નાણાં ડૂબતા મહેસાણામાં ૫૦૦ કરતા વધુ એજન્ટ અને રોકાણકારોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા અરજી કરી, સુપ્રીમના આદેશ બાદ પણ નાણાં નહીં ચૂકવાતા રોકાણકાર કફોડી હાલતમાં.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ ચાવડાને આપ્યું રાજીનામુ, બહેરામપુરા વોર્ડની ટીકીટ વહેંચણીથી નારાજ હતા .

આજથી પાલિકા અને પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરાશે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ, 10મીએ એક સાથે તમામ ઉમેદવારો જાહેર કરશે.

અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેક્કર ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાથી અફરાતફરી, પેસેન્જરમા ગભરાટ ફેલાયો.

આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો શરૂ થશે, આગામી 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં : હવામાન વિભાગ.

કોરોનાના ડર અને વેલેન્ટાઈન વીકના ઉત્સાહ વચ્ચે વિદ્યાર્થીઓનો કોલેજમાં પ્રથમ દિવસ, વિદ્યાર્થીઓએ કહ્યું નવા મિત્રો અને નવો અનુભવ મળશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- વેક્સિનેશન પછી 28 લોકોને દાખલ કરાયા; જેમાં 9ના મોત અલગ કારણોથી થયા, અમેરિકા-બ્રિટન પછી સૌથી વધુ રસી આપનાર ત્રીજો દેશ બન્યો ભારત.

ગ્લેશિયર ફાટવાથી ગાંડીતૂર થયેલી ઋષિગંગા નદી ગામ અને ડેમને તાણી લઈ ગઈ, દરેક બાજું તબાહી સર્જાઈ.

વાઈરસના નવા પ્રકાર પર ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિનની કોઈ અસર નહીં; રિપોર્ટ આવ્યા પછી સાઉથ આફ્રિકાએ વેક્સિનને હોલ્ડ પર રાખી.

અમેરિકામાં વેક્સિનેશનનો વિરોધ : કેલિફોર્નિયામાં કોરોનાથી દરરોજ 500નાં મોત થઈ રહ્યાં છે; અહીં પણ વેક્સિનના વિરોધમાં દેખાવ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.