
પાટણ જિલ્લાના 45 પોઇન્ટ પર વન્યપ્રાણી ગણતરી યોજાઇ
વન્ય પ્રાણીઓની રાજયવ્યાપી વસ્તી ગણતરી પાંચ વર્ષે હાથ ધરાતી હોય છે,ત્યારે ચાલુ વર્ષે પણ કામગીરી પૂર્ણ થઈ છે અને તૃણભક્ષી,નાના સસ્તન પ્રાણીઓની ગણતરીમાં વધારો જોવા મળ્યો છે.ત્યારે પાટણ જિલ્લામાં તૃણભક્ષી અને નાના સસ્તન પ્રાણીઓની કુલ સંખ્યામાં રોજ નીલગાયમાં સેક્સ રેશિયોમા મોટો તફાવત આવ્યો છે.જેમાં જિલ્લામાં માદા નીલ ગાયની સંખ્યા નર નીલ ગાયની સંખ્યા કરતા બમણી છે.આમ ગત 5મી મેથી ત્રણ દિવસ વન્યપ્રાણીની ગણતરીમાં 57 જેટલા કર્મચારીઓ ફરજ નિભાવી હતી.જેમા જિલ્લામાં 45 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા.જિલ્લા આઠ કેમેરા 10 જેટલા બાઈનોક્યુલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.