રકમની ઉઘરાણી કરતાં ચારેય શખ્સોએ મહિલાને ફોન ઉપર અપશબ્દો બોલીને જાનથી મારવાની ધમકી

પાટણ
પાટણ

સિદ્ધપુરની એક મહિલાએ શહેરના ચાર લોકોને નાણાં ઉછીના આપ્યા હતા જેમાં તેઓ પાસેથી કુલ રૂ.1,30,000ની લેણી રકમની ઉઘરાણી કરતાં ચારેય શખ્સોએ મહિલાને ફોન ઉપર અપશબ્દો બોલીને જાનથી મારવાની ધમકીઓ આપતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદનાં ગોતા ગામે રહેતી અને મૂળ સિદ્ધપુરના બિંદુ સરોવર રોડ કેન્સર હોસ્પિટલની બાજુમાં રહેતા હર્ષાબેન ડાહ્યાલાલ બારોટ (ઉ.વ. 52) ત્રણેક વર્ષ પૂર્વે સિદ્ધપુરના યુનુસ મનસુરી સાથે સંપર્કમાં આવતાં અને પરિચય કેળવાતાં તા. 30-12-21નાં રોજ યુનુસભાઈએ સિદ્ધપુરની એલ.એસ. હાઇસ્કૂલ પાસે મળતાં યુનુસભાઈ તેમજ સાગર કનુભાઈ લહેરી રે.ઊંઝા,કમલેશ કેશાજી ગેલોત (માળી) રે.ડીસા તથા જગતસિંહ રે.ડીસા એમ ચારેય જણાએ હર્ષાબેન પાસે ઉછીના પૈસાની જરૂર હોવાથી તેની માંગણી કરતાં યુનુસભાઈનાં કહેવાથી હર્ષાબેને કમલેશને રૂ.65000 આપ્યા હતા. બાદમાં સાગરએ ઉછીના પૈસા માંગતા સાગરને રૂ.20,000 અને જગતસિંહને રૂ.45,000 આરટીજીએસથી અપાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.