ભરઉનાળે સાંતલપુર, રાધનપુર, વારાહી,હારીજ,સમીમાં કમોસમી વરસાદ, ધરતીપુત્રો ચિંતિત બન્યા

પાટણ
પાટણ

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ,ત્યારે ભરઉનાળે પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર હારીજ,સમી પંથક માં વાતાવરણ માં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો.

હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે પાટણ જિલ્લામાં પણ રવિવારે દિવસ દરમ્યાન ભારે ઉકળાહાટ બાદ સાંજે સાંતલપુર ,રાધનપુર વારાહી હારીજ, સહિત પંથક માં વાતાવરણ માં સાંજે એકા એક પલટો આવ્યો હતો .ધીમી ધારે વરસાદ શરૂ થતાં થોડીવાર માટે અફરા તફરી મચી હતી.આમ ભર ઉનાળે વરસાદી માહોલ જમાયો હતો. વરસાદ વરસતા પાક ને નુકસાન થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.