ચાણસ્મા હારીજ માર્ગ પર મારૂતિ કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત ચાર ઘાયલ

પાટણ
પાટણ

મારૂતિ ચાલક પાલાવાસણાનો જ્યારે બાઇક ચાલક સમીના ઇસ્લામપુરા જુના જેસડાના ભાજપ આગેવાન હોવાનું જાણવા મળ્યુ

ચાણસ્મા-હારીજ માર્ગ પર ગુરૂવારે બપોરે ૨ઃ૩૦ કલાકના સુમારે મારૂતિ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક તેમજ કારચાલક બંનેના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયા હોવાનું તો કારમાં સવાર ચાર જેટલા લોકો ઇજા ગ્રસ્ત બન્યા હોઇ જેઓને ૧૦૮ દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે ઘટનાના પગલે ટ્રાફિક જમાદાર અશોકભાઈ ચૌધરીએ સ્થળ પર પહોંચી લાશનું પંચનામું કરી પીએમઅર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરૂવારે બપોરના ૨ઃ૩૦ કલાકના સુમારે ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક મારૂતિ અલ્ટો કાર નંબર જીજે ૦૨ બીપી ૩૩૬૨ અને બાઇક નંબર જીજે ૨૪ એડી ૧૬૬૩ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક તેમજ બાઈકચાલક બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ત્યારે કારમાં બેઠેલા બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી.જે બનાવની જાણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર અશોકભાઈ ચૌધરીને થતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી કારમાં સવાર ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક બાઇક સવાર અને કારચાલકનું પંચનામું કરી લાશને પીએમઅર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા-હારીજ માર્ગ પર ધરમોડા નજીક બપોરના સુમારે મારૂતિ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં કારચાલક બનાસકાંઠાના પાલવાસણા ગામના હોવાનું જાણવા મળ્યું છે તો બાઈકચાલક સમી તાલુકાના ઇસ્લામપુરા જુના જેસડા ગામના ભાજપના આગેવાન ઠાકોર રામાજી વાઘાજી હોવાનું અકસ્માત સ્થળેથી મળેલ ડોકયુમેન્ટ ઉપરથી જાણી શકાયું છે. પાટણ જિલ્લાના ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર છેલ્લા ૧૨ કલાકની અંદર બે ભયંકર માર્ગ અકસ્માત સર્જાતા ૫ લોકો ના મોત સાથે ૯ લોકો ઈજાગ્રસ્ત બનતા સનસનાટી મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.