બસમાં ચઢવા સમયે ભીડ નો લાભ લઇ તસ્કરો મોબાઈલ ચોરી કરી ફરાર

પાટણ
પાટણ

પાટણ શહેરના નવા બસ સ્ટેશનમાં અવાર નવાર બસમાં ચઢવા સમયે ભીડ નો લાભ લઇ તસ્કરો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ જાય છે. ત્યારે હારીજના એક વેપારી નો 16,000ની કિંમતનો મોબાઈલ અને સમી ના બસપાના એક યુવકનો 27,000નો મોબાઈલ બસમાં ચઢવા સમયે ભીડ નો લાભ કોઈ તસ્કર કાઢી ફરાર થઇ ગયો હતો. બંને શખ્સો એ મોબાઈલ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી.

પાટણનાં નવા સ્ટેન્ડમાં હારીજનાં વેપારી હિરાલાલ પ્રજાપતિ પાટણથી શંખેશ્વર જતીએક બસમાં હારીજ જવા નિકળ્યા હતા ને પ્લેટફોર્મ પર પડેલી બસમાં ચઢવા જતાં કોઈ તસ્કરે તેમનાં પેન્ટનાં ખીસામાંથી રૂા. 16000 કિંમતનો મોબાઇલ ચોરી કરી લઇ ગયો હતો. જે અંગે તેમણે ફરીયાદ નોધાવી હતી. આ ઉપરાંત પાટણનાં નવા બસ સ્ટેન્ડમાં હિતેશભાઇ પ્રજાપતિ રે. બાસ્પા તા. સમીવાળા પાટણમાં એક લગ્ન પ્રસંગેથી પરત બાસ્પા ગામે જવા બસમાં ચઢી રહ્યા હતા. ત્યારે ભીડમાં – કોઈ તસ્કરે તેમનાં ખીસામાંથી રૂા. 27000ની કિંમતનો મોબાઈલ કોઈ – ચોરી કરી ગયો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.