વર્ષોથી રોડ રસ્તાની માંગ નહીં સંતોષાતા રાધનપુર પંથકના ત્રણ ગામોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવ્યા

પાટણ
પાટણ

રાધનપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ના ગામમાં પણ ચૂંટણી બહિષ્કારના બેનરો વાગતા રાજકારણ ગરમાયું…

લોકસભાની ચૂંટણી ની તારીખ જાહેર થતાની સાથે જ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા  ચૂંટણી

લક્ષી કામગીરીની સાથે સાથે પ્રચાર પ્રસારની કામગીરી તે જ બનાવવામાં આવી છે: દરેક રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પોતાની પાર્ટીનો ઉમેદવાર વિજય થાય તે માટે એડી ચોટીનું જોર લગાવી ગામડા ખૂંદી રહ્યા છે. ત્યારે રોડ રસ્તા ના કામોથી વંચિત રહેલા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકના નજુપુરા,શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતાં બેનરો લગાવી કોઈ પણ રાજકીય પક્ષો એ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહિ તેવી સુચનાઓ અંકિત કરતાં રાધનપુર પંથકમાં રાજકારણ ગરમાયું છે.

ચૂંટણી બહિષ્કાર ના બેનર લગાવનાર ઉપરોક્ત ત્રણેય ગામના આગેવાનો એ પોતાની હૈયા વરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે ચૂંટણી સમયે નેતાઓ ઠાલા વચનો આપીને ગ્રામ્ય વિસ્તારના ભોળા મતદારો ને ગામના વિકાસ માટે હથેળી મા ચાદ બતાવી ચુટણી પરિણામ બાદ ગામની મુલાકાત પણ લેતા નથી કે ગ્રામજનોની સુવિધાઓ બાબતે કોઈ કામ પણ કરતાં નથી ત્યારે ઉપરોક્ત ગામના આગેવાનો દ્વારા પણ તેઓની વર્ષો જૂની રોડ રસ્તાની સમસ્યાને આજ દિન સુધી નહીં સંતોષનારા રાજકીય આગેવાનો અને નેતાઓ સામે રોષ વ્યક્ત કરી ગામના પ્રવેશ દ્વારા પર આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો કે કાર્યકર્તાઓ કે નેતાઓએ ચૂંટણી પ્રચાર પસાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવ્યા હોય જેને લઈને રાધનપુર પંથકનું રાજકારણ ગરમાયું છે.

તો રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીર ભાઈ ચૌધરી ના ગામના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યારે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પ્રાથમિક જરૂરિયાત ના વિકાસ કામોથી વંચિત હોય  લોકસભાની ચૂંટણીના બહિષ્કાર કરતા હોવાના બેનરો લગાવી પોતાની હૈયાવરાળ વ્યકત કરતાં જોવા મળ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.