ડીસાના ત્રણ શખ્સોએ પાટણના ટ્રક માલિક સાથે છેતરપિંડી આચરી

પાટણ
પાટણ

ટ્રકનો સોદો કરી લોનના બાકીના હપ્તા ન ભરી ટ્રક બારોબાર વેચી મારી

મુખ્ય આરોપીને પોલીસ જેસલમેર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે લાવી: પાટણમાં થયેલા ટ્રકનાં એક સોદામાં ટ્રક ખરીદયા બાદ તેની શરત પ્રમાણે તેનાં બાકીનાં બેંક લોનનાં હપ્તા ભર્યા વિના જ બારોબાર અન્યત્ર વેચી દઈને હારીજનાં અડીયા ગામનાં ટ્રક માલિક ફિરોજખાન સોરાબખાન સુરેશી સાથે કથિત છેતરપીંડી કરનારા ડીસાના ત્રણ શખ્સો પૈકી એક આરોપી કમલેશ ઉર્ફે કે.કે. ઉર્ફે કમો કેશાજી ગેહલોત (મોદી ઉર્ફે માળી રહે. ડીસાવાળા) ની પાટણ બી-ડીવીઝન પોલીસે રાજસ્થાનનાં જેસલમેરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે પાટણનાં ગુન્હામાં ધરપકડ કરી હતી અને પાટણની ચીફ જયુડીસીયલ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા મેજિસ્ટ્રેટે આરોપી કમલેશ ગેહલોતના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામનાં ટ્રક માલિકે તેની ટ્રકનો સોદો કરતાં ટ્રકનાં બાકી લોનનાં હપ્તા ન ભરી ડીસાના કુખ્યાત કમલેશ કેશાજી માળી ઉર્ફે કેકેએ બારોબાર વેચી મારી હતી.

આ આરોપી કમલેશ ગેહલોત રાજસ્થાનનાં સાચોરનાં એક કેસમાં જેસલમેરની જેલમાં ચાર મહિનાથી હતો. પોલીસે આરોપી કમલેશની પત્નિનું નિવેદન લેતાં તેણે કમલેશ જેલમાં હોવાનું જણાવ્યું હતું. આ કેસનાં અન્ય બે આરોપીઓ અલ્પેશ પરમાર (માળી) તથા કરીમભાઇ લાલાભાઈ શેખ (રહે. બંને ડીસા) ની પાટણ પોલીસે તા. ૨૦-૩-૨૪નાં ધરપકડ કરી હતી. જ્યારે કમલેશને જેસલમેર જેલમાંથી પાટણ લાવવા કોર્ટનું ટ્રાન્સફર વોરંટ મેળવીને સાંચોરની એનડીપીએસ કોર્ટમાં જમા કરાવીને તેનો કબજો મેળવવાનો હુકમ કોર્ટમાંથી મેળવ્યો હતો.

આરોપીની પૂછપરછમાં અને રિમાન્ડ અરજીમાં રજુ થયેલા મુદ્દા અનુસાર આરોપી કમલેશે ફરિયાદી ટ્રક માલિકને ટ્રક સાંચોરનાં રુપારામને રૂા. ૩,૬૦,૦૦૦ માં વેચાણ આપી હોવાથી તે રુપારામને ઓળખતો હોવાથી તેને સાથે રાખીને સાચોર જઇને તપાસ કરવાની છે, તથા વેચાણ દસ્તાવેજ કબજે કરવાનો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસનાં બે સહઆરોપી અલ્પેશ અને કરીમભાઇને કોર્ટે રૂા. ૨૫-૨૫ હજારનાં જામીન પર તા. ૨૬-૩-૨૪નાં હુકમથી મુક્ત કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.