આ વર્ષે વાવેતર ઓછુ હોવાથી લસણના ભાવમાં આગઝરતી તેજી : શાકમાંથી લસણ ગાયબ

પાટણ
પાટણ

( રખેવાળ ન્યૂઝ, સિધ્ધપુર )

લીલું લસણનો વપરાશ હોવા છતાં ભાવોએ પક્કડ પકડી: શાકભાજીમાં જેના નાખ્યા વગર શાકનો સ્વાદ ન આવે તે લસણના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. શિયાળામાં લીલું લસણનો વપરાશ હોવા છતાં ભાવોએ પક્કડ પકડી છે. ઉંચા ભાવોને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લસણ વગરનું શાક ખાવાનો વારો આવ્યો છે. જોકે આ વર્ષે વાવેતર ઓછુ હોવાથી ભાવમાં દિન પ્રતિદિન વધારો થયો છે. હાલ બજારમાં સુકું લસણ ૫૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે હોલસેલમાં ફક્ત ૩૦૦ રૂપિયાના ભાવો બોલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાવો ઓછા થવા છતાં વેપારીઓએ ભાવમાં પક્કડ પકડી રાખી હોય તેમ લાગી રહ્યું છે. સુકા લસણના નવા માલની આવકો કાઠીયાવાડના માર્કેટોમાં શરૂ થઈ ગઈ છે. અને માર્ચ આખરમાં આવકો જોર પકડશે.

ચોમાસું વાવેતર ખેડૂતો ઓગસ્ટમાં કરે છે: ચોમાસું વાવેતર ઓછુ થાય છે. જેની આવકો દિવાળીથી શરૂ થાય છે. લીલા લસણને ધ્યાને રાખી ખેડૂતો ચોમાસું વાવેતર ઓછુ કરે છે. જ્યારે શિયાળું વાવેતર નવરાત્રી પછી કરવામાં આવે છે. જેની આવકો ફ્રેબુઆરીની આખરમાં શરૂ થઈ જાય છે અને માર્ચ મહિનામાં આવકો જોરનું રહે છે. શિયાળું લસણનું વાવેતર વધુ કરવામાં આવે છે. ચોમાસું લીલું લસણની સીઝન પુરી થયા બાદ સુકા લસણના સારા ભાવ મળતા હોવાથી વાવેતર વધુ થાય છે. આ વર્ષે ગત વર્ષેની તુલનાએ ચોમાસું પાક ઓછો હોવાથી ભાવો તેજી તરફી રહેવા પામ્યા છે. પરંતુ શિયાળું નવા માલની આવકો કાઠીયાવાડના માર્કેટોમાં શરૂ થતાં ભાવમાં દિન પ્રતિદિન નરમાઈ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. જ્યારે માર્ચ મહિનામાં આવકો જોર પકડશે ત્યારે ભાવમાં કડાકો નોંધાય તો નવાઈ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.