પાટણના બગવાડા ચોકમાં બે આંખલાઓ વચ્ચેશિંગડા યુદ્ધ જામતાં અફરા – તફરી મચી

પાટણ
પાટણ

જિલ્લા કલેકટરનો આદેશ છતાં પણ નગરપાલિકા તંત્રના ઢોર ડબ્બા ની ઢીલી નીતિ ના કારણે રખડતા ઢોરો ની સમસ્યા જૈસે થૈ.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની નગર પાલિકાના   ચીફ ઓફિસરો સાથે પાટણ જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજી શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યાને દૂર કરવા અને શહેરીજનો ને ભોગવવી પડતી હાલાકીઓ માંથી મુક્તિ અપાવવા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ સાથે  રખડતા ઢોરોના માલિક સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવા છતાં શેઠની શિખામણ જાપા સુધીની કહેવત મુજબ તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા આરંભે સુરાની જેમ એકાદ સપ્તાહ સુધી રખડતા ઢોરોને ડબ્બે કરવાની સાથે કેટલાક રખડતા ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ કરી શહેર માંથી અને જિલ્લા માંથી જાણે કે રખડતા ઢોરોની સમસ્યા દૂર થઈ ગઈ હોય તેવો સંતોષ વ્યક્ત કરી રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી બંધ કરાતા પુન : શહેરમાં અને જિલ્લામાં  રખડતા ઢોરોની સમસ્યાઓની સાથે સાથે જાહેરમાં ઘાસચારાનું વિતરણ કરતા લોકો જોવા મળી રહ્યા છે.

રખડતા ઢોરોને જાહેરમાં ઘાસચારો નાખનારા લોકો દ્વારા રખડતા ઢોરોના માલિકોને પ્રોત્સાહન પૂરું પાડતા હોય જેના કારણે રખડતા ઢોરોના માલિક પણ બિન્દાસ પણે પોતાના ઢોરોને શહેરના મોહલ્લા, પોળો,સોસાયટી અને બજાર સહિત હાઇવે વિસ્તારના રાજમાર્ગો પર છુટા મુકતા આવા રખડતા ઢોરો ક્યારેક શીંગડા યુદ્ધે ભરાતા  રાહદારીઓ, વાહન ચાલકો સહિત વેપારીઓ માટે  મુસીબતો ઉભી કરતાં હોય છે. ગતરાત્રે શહેરના બગવાડા દરવાજા ના જાહેર ચોકમાં બે આખલાઓ વચ્ચેશિંગડા યુદ્ધ જામતાં અફરા તફરી મચી જવા પામી હતી.

આ શિંગડા યુદ્ધમાં આખલાઓએ નાસ્તાની લારી સહિત એકાદ બે વાહનોને પણ ઝપેટમાં લીધા હતા જોકે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું આ રખડતા આખલાઓના શિંગડા યુદ્ધ ને શાંત પાડવા રાહદારીઓએ તેમજ વિસ્તારના વેપારીઓએ પાણીનો મારો ચલાવી લાઠીનો પ્રયોગ કરતા મહામુસીબતે આખલાઓના શિંગડા યુદ્ધ નેે શાંત પાડવામાં સફળતા મળી હતી.

જિલ્લા કલેકટરના આદેશ છતાં પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા આજની તારીખે પણ જૈસે થૈ જોવા મળી છે ત્યારે આવા રખડતાં ઢોરો કોઈ માનવ જાનહાની સર્જે તે પૂર્વે તેના નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરની ડબ્બે કરવાની ઝુંબેશ તેજ બનાવી રખડતા ઢોરોના માલિક અને જાહેરમાં ઘાસચારાનું વિતરણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.