પાટણ માં સૌપ્રથમવાર આયોજિત મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં હિગળાચાચર ઈલેવન નો વિજય

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે પાટણ મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે બે દિવસીય આયોજિત કરાયેલ મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ રવિવારે રમાઈ જેમાં હિગળાચાચર ઈલેવન વિજેતા બની હતી.

પાટણ મોદી સમાજના ત્રણ મિત્રો ડો. ધૃમિલ મોદી, એન્જિનિયર જય મોદી અને કિશન મોદી દ્વારા પાટણમાં પ્રથમવાર આયોજિત કરવામાં આવેલ મોદી સમાજના ક્રિકેટરો માટેની આ બે દિવસીય મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.

ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચ માં વિજેતા બનેલ હિગળા ચાચર ઈલેવન ને જગન્નાથ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, પાટણ નગરપાલિકા ના નગર સેવક હરેશભાઈ મોદી, શૈલેષભાઈ પટેલ,  ડો. જયેશ મોદી, પીપલ્સ બેકના ડાયરેક્ટર પિયુષમોદી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ નું સૌ પ્રથમવાર આયોજન કરનાર ત્રણેય યુવા મિત્રો ને પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત મોદી સમાજે બિરદાવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.