સુકા લસણના ભાવમાં પણ ભડકો 70% લસણની ખરીદી ઘટી જવા પામી

પાટણ
પાટણ

સુકા લસણના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો:  શિયાળા તેમજ લગ્નગાળાની સિઝનને લઈ લસણની માંગ સામે ઓછી આવકના કારણે ભાવ ગણા વધતા ભાવ 400 રૂપિયાના પાર પહોંચ્યો છે. શહેરમાં હાલ સુકા લસણનો ભાવ હોલસેલમાં 380 અને બજારમાં રૂ.480 કિલો વેચાણ થતા મહિલાઓ તેમજ ગ્રાહકો લસણ ખરીદી કરતા ખેચકાઈ રહ્યા હોય 70% લસણની ખરીદી ઘટી જવા પામી છે.

શહેરમાં શાકભાજીના માર્કેટમાં શિયાળો: તેમજ લગ્ન ગાળાના કારણે લીલા શાકભાજીની માંગ વચ્ચે ઓછા માલની આવક હોય દરેક શાકભાજીમાં 20થી 30 રૂપિયાનો વધારો થવા પામ્યો જ છે. જેમાં સૌથી વધુ મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા સુકા લસણનો ભાવ સૌથી ઊંચો જવા પામ્યો છે. હાલમાં લસણનો ભાવ હોલસેલ માર્કેટમાં 380 રૂપિયા તેમજ બજારમાં છૂટકમાં 120 રૂપિયા 250 ગ્રામ એટલે કે 480 કિલો વેચાઈ રહ્યું છે.

સૌપ્રથમવાર શાકભાજીના બજારમાં લસણનો ભાવ: 480 રૂપિયા બોલાયો હોવાનું શાકભાજીના ફેરીયાઓ જણાવી રહ્યા છે. અંદાજે દસ રૂપિયામાં લસણની એક ગાગડો (એક નંગ) ગ્રાહકોને મળતો હોય ગ્રાહકો જથ્થાબંધ ખરીદવાના બદલે જરૂરિયાત મુજબ લસણની ખરીદી કરી રહ્યા છે. જેને લઇ છેલ્લા 15 દિવસમાં જ બજારમાં અને માર્કેટયાર્ડમાં લસણની ખરીદીમાં 70%નો ઘટાડો જોવા મળ્યો હોવાનો વેપારીઓએ અંદાજ વ્યક્ત કર્યો હતો.

હોલસેલ વેપારી જણાવ્યું કે પાટણમાં બે મહિના પહેલા 1000થી 1500 મણ સુકા લસણનો માલ આવતો હતો. હાલમાં ઉપરથી જ માલ આવતો ના હોય 100 -200 મણ મળતાં તેના ભાવ ઊંચા થયા છે. પરંતુ હવે એક સપ્તાહ બાદ નવો માલ આવવાનું શરૂ થશે એટલે રૂ.200થી 250 કિલો પહેલા મુજબના ભાવ થશે તેવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.