સૂર્યનારાયણ ની ગરમી એ પાટણ નગરપાલિકા દ્વારા બનાવાયેલા રોડના કામના ભ્રષ્ટાચારની પોલ ખોલી

પાટણ
પાટણ

શહેરના હિંગળાચાચરથી બગવાડા દરવાજા સુધી નવીન બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરતાં વિરોધપક્ષના સભ્ય.

પાટણ શહેરના હિંગળા ચાચર ચોક થી બગવાડા દરવાજા સુધી નો પાલિકા દ્વારા તાજેતરમાં બનાવાય રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો વિરોધ પક્ષના નગરસેવક ભરત ભાટીયા દ્વારા કરવામાં આવ્યા છે. તો આ ભ્રષ્ટાચાર રોડની પોલ સૂર્યનારાયણની ગરમી એ ઉઘાડી પાડી હોય તેવા દ્રશ્યો આ રોડ પર પસાર થતા રાહદારીઓને વાહન ચાલકો નિહાળી પાલિકાની રોડ બનાવવાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહી છે.

પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્ય ભરત ભાટિયાએ સોશિયલ મીડિયા ના માધ્યમથી પોતાનો વિડીયો વાયરલ કરી પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ શહેરના હિંગળાચાચર ચોકથી બગવાડા દરવાજા સુધીના રોડની કામગીરી બાબતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સદર રોડમાં નગરપાલિકાના નીતિ નિયમોનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને નીતિ નિયમો ને નેવે મૂકીને આ રોડ બનાવવામાં આવ્યો છે.

સદર રોડમાં જે પ્રમાણે માલ સામાન અને મટીરીયલ વાપરવું જોઈએ તેના કરતાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરીને રોડ બનાવ્યો હોવાની પોલ સૂર્યનારાયણની ગરમીયા ઉઘાડી પાડી છે ત્યારે આ રોડના ભ્રષ્ટાચારને ઢાંકપીછડો કરવા માટે રોડ ઉપર સીમેન્ટ યુક્ત પાવડરનો છટકાવ કરવામાં આવતા ઉડી રહેલ રજકણો ને કારણે મુખ્ય બજાર માર્ગના વેપારીઓ અને પાટણના નાગરિકોની મુશ્કેલીઓમાં પણ વધારો કરવાની સાથે તેઓના આરોગ્ય જોખમાય એ રીતે કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ તેઓ દ્રારા કરવામાં આવ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.