બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરજીની 133 મી જન્મ જયંતી પર્વની પાટણ શહેર સહિત જિલ્લામાં ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરના બગવાડા સ્થિત આંબેડકરજી ની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ સાદર કરાઈ

આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની રવિવારે 133 મી જન્મ જયંતિ ની ઉજવણીપાટણમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય પાર્ટીઓ સહિત ભારત વિકાસ પરિષદ અને અનુસૂચિત જાતિ સમાજનાં વિવિધ સંગઠનો અને પક્ષોના હોદ્દેદારોએ બગવાડા દરવાજા પાસે સ્થાપિત ડો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાઓ લગાવ્યા હતા.

ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના 133 જન્મદિવસ નિમિત્તે રવિવારે સવારે બગવાડા દરવાજા પાસેની ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવી હતી. જેમાં પાટણ લોકસભા ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, જિલ્લા પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા કારોબારી ચેરમેન મુકેશપટેલ સહિતના કોર્પોરેટર તથા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેર અને જિલ્લા કોગ્રેસ દ્વારા પણ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ લોકસભાના કોંગ્રેસ ના  ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત નગરસેવક ભરત ભટિયા સાથે કોગ્રેસના આગેવાનો,  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા પણ ડો. આંબેડકર ની  પ્રતિમાને પુષ્પાંજલિ સાદર કરવામાં આવી હતી. જયારે અનુસૂચિત જાતિ સમાજનાં વિવિધ સંગઠનો અને પક્ષોના હોદ્દેદારોએ પણ બગવાડા દરવાજા પાસે સ્થાપિત ડો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.