પાટણના કાળભૈરવ દાદાના મંદિરે જન્મજ્યંતી ઊજવાશે

પાટણ
પાટણ

પાટણ શહેરના પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી કાળભૈરવ દાદાના મંદિર ખાતે સેવક મંડળના ઉપક્રમે આગામી તારીખ 4 અને 5 ડિસેમ્બર દરમિયાન દાદાના ચતુર્થ જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે.કાળભૈરવ દાદાના સેવકો દ્વારા અનેકવિધ ધાર્મિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.4 ને સોમવારે રાત્રે દાદાના મંદિર પાસે ત્રિમંદિર નજીક આવેલા પાંજરાપોળના ખેતરના ગ્રાઉન્ડમાં રાત્રે 8થી 12-30 રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.5 મંગળવારે સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી દાદા સન્મુખ ભવ્ય અન્નકૂટ અને અકર્ષક આંગી દર્શનનું આયોજન કરાયું છે.


તા.5 મંગળવારે સવારે 7 વાગે અભિષેક 8 વાગે પ્રથમ આરતી ત્યાર બાદ કાળભૈરવ દાદના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે બગવાડા દરવાજા, હિંગળાચાચર, ઘીવટા નામે થઈને જગદીશ મંદિર, અંબાજી માતા ચોક, શિતળા માતા મંદિર થઈને 12-39 કલાકે મંદિરે પરત ફરશે.ત્યાર બાદ રાત્રે 9 થી 12,:30 વાગ્યા સુધી રાત્રી કાલાષ્ટમીયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે .આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.