રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી

પાટણ
પાટણ

રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. જેમાં પાટણ જિલ્લા ના 8000જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી હતી. 16મીએ શિક્ષકો સહિતના કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવવાના છે. ત્યાર બાદ 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરવાના છે.તેવું પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ એ જણાવ્યું.

પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ જણાવ્યું એ હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક શાળા ના 8000જેટલા શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા માત્ર ગ્રાન્ટ નીતિમાં ફેરફાર થયો છે તે આવકાર્ય છે. જોકે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, તે કરાર આધારિત પ્રક્રિયા છે. જોકે તેને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી, આચાર્યોની ભરતી કરવી, ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવો સહિતના પ્રશ્નોને લઈને તમામ શિક્ષકો તેમજ આચાર્યો સહિતના દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આગામી 16મી ફેબ્રુઆરીએ કાળા વસ્ત્રો પહેરી વિરોધ કરવામાં આવશે. ત્યાર બાદ પણ જો સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મંત્રણા કરવામાં નહીં આવે તો 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.