રીક્ષામાં બેસાડી પૈસા કાઢી લેતી ગેંગના એક ચોરને સિદ્ધપુર પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

પાટણ
પાટણ

સિદ્ધપુરમાં રીક્ષામાં બેસાડી પૈસા કાઢી લેતી ગેંગના એક ઇસમને ચોરીના રોકડા રૂ.7000 તથા રીક્ષા અને મોબાઇલ કુલ મળી કિ.રૂ.55000/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને સિદ્ધપુર પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સિધ્ધપુરમાં રહેતા અને રીક્ષા ચલાવતા પ્રહલાદભાઈ પરમાર પોતાની રીક્ષા ગેરેજમાં મૂકેલી હોવાથી ચાલતા સિધ્ધપુરનાં દેથળી ચાર રસ્તેથી બજારમાં જવાએક રીક્ષામાં બેઠા હતા. રીક્ષા ચાલકે તેમને કહેલ કે, હું તમને ઓળખું છું. રીક્ષાનાં ભાડાનાં પૈસા લેવાનાં નથી તમને બજારમાં ઉતારી દઈશ તેમ કહેતા રીક્ષામાં પાછળ બેઠેલા ત્રણ અન્ય મુસાફરો સાથે તેઓ બેસી ગયા હતા.ત્યારે આરોપી તોફીકહુસેન ભીખુમીયાં શેખ રહે. ખેરાલુ, એકતાનગર વાળા એ પહેલાદ ભાઈ પરમાર ને રીક્ષામા બેસાડી નજર ચુકવી રૂપિયા 10.000 કાઢી લઇ ચોરી કરી રીક્ષા લઇ જતા રહેલ જે ગુન્હાની ગંભીરતા સમજી સિધ્ધપુર પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો સાથે બનાવ લગત વોચ તપાસમાં રહી હુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીંસીસની મદદથી ઉડાણપુર્વક તપાસ કરી મળેલ ખાનગી હકિકત આધારે દેથળી સર્કલ ખાતે થી રીક્ષા નંબર- GJ-24-W-7876 ની તાવડીયા ચાર રસ્તાથી દેથળી સર્કલ તરફ આવી રહેલ છે .

જે હકીકત આધારે વોચ તપાસમા રહેતા રીક્ષા દેથળી સર્કલ ખાતે આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તોફીક હુસેન ભીખુમીયાં શેખ રહે. ખેરાલુ, એકતાનગર જણાવેલ પકડાયેલ આરોપીને યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા સમીર જાકીર ખાન રહે-5545 બાપુનગર બોરડી વિસ્તાર સુરત,શેખ મોહીદ અહમદ રહે-5339 બાપુનગર, બોરડી વિસ્તાર, અડાજણ, સુરત અને ફારુકખાન જેના પિતાનું નામ ખબર નથી. રહે- સુરત જણાવેલ નામવાળા ત્રણ ઇસમો સાથે મળી ગુનાની તેમજ અન્ય 7 જગ્યાએ કરેલ ચોરીની કબુલાત કરી હતી. પકડાયેલ ઇસમને સિધ્ધપુર પો.સ્ટે લાવી અટક કરી તેની વિરુધ્ધમા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.