સિદ્ધપુર; સગીરાએ યુવકથી કંટાળી એસિડ પી લેતા સગીરનું મોત : દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી

પાટણ
પાટણ

સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામની સગીરાને તેના ગામનો જ પરણીત યુવક ગર્ભિત ધમકીઓ આપી હેરાન પરેશાન કરતો હોવાથી સગીરાએ યુવકથી કંટાળી એસિડ પી લેતા સગીરનું મોત થયું હતું. જેને પગલે યુવક સામે દૂષ્પ્રેરણની ફરિયાદ નોંધવામાં આવી છે.

કુંવારા ગામની 17 વર્ષની સગીરાને તેના ગામનો જ અને અમદાવાદ ખાતે રહેતો યુવક કેતન રમણલાલ પટેલે સંબંધ રાખવા માટે ગર્ભિત ધમકીઓ આપી હેરાન પરેશાન કરતો હોવાથી સગીરા આ યુવકથી કંટાળી બુધવારે સવારે 10:00ના અરસામાં તેના ઘરે બાથરૂમ ધોવાનો એસિડ પી જતા તેની તબિયત લથડી પડી હતી. જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ સિદ્ધપુર બાદમાં મહેસાણા ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સગીરાનું મોત થયું હતું. જેને પગલે આ સગીર યુવતી ના પિતાએ કાકોશી પોલીસ મથકે કેતન રમણલાલ પટેલ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી પીઆઇ નિરવ શાહે જણાવ્યું હતું કે કેતન પટેલ મૂળ કુંવારા ગામનોઅને હાલ અમદાવાદ ખાતે રહે છે તે પરણીત છે. અને તેને સંતાન પણ છે પરંતુ આ યુવક સગીરાને સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરતો હોવાથી સગીરાએ એસિડ પી લેતા મોત થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.