પાટણ માર્કેટયાર્ડ માં રાયડો એરંડા વરીયાળી અને અજમાની આવકમાં વધારો થયો

પાટણ
પાટણ

ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળતા ચહેરા પર ખુશી જોવા મળી: પાટણ શહેર સહિત જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે પોતાના ખેત પેદાસોના વેચાણ અર્થે પાટણ માર્કેટયાર્ડ આશીર્વાદ સમાન બની રહ્યું છે. ત્યારે પાટણ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ ના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ,ખરોતોલ અને રોકડ ચુકવણાના વ્યવહાર ને કારણે દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદન ના વિવિધ માલનું વેચાણ કરવા માટે પાટણ માર્કેટયાર્ડ ખાતે આવતા હોય છે.

ત્યારે છેલ્લા બે દિવસથી પાટણ માર્કેટ યાર્ડમાં રાયડો,એરંડા,વરીયાળી અને અજમાના માલની પુષ્કળ આવક થઈ રહી હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી પાટણ માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં આવી રહેલા ખેડૂતોના ઉપરોક્ત ખેત ઉત્પાદનના માલ ની માહિતી આપતા ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે  પાટણ માર્કેટ યાર્ડમાં બે દિવસમાં એરંડાની 45,000 બોરી ની આવક થવા પામી છે અને એરંડાનો ભાવ પણ રૂપિયા 1060 થી 1120 સુધીનો મળી રહ્યો છે.

તો રાયડા ની અંદાજિત 4000 બોરી ની આવક થવા પામી છે અને જેનો ભાવ પણ રૂપિયા 935 થી 1130 રહેવા પામ્યો છે. જયારે વરીયાળીની આવક પણ 3000 થી વધુ બોરીની થવાની સામે રૂપિયા 900 થી 1070 ભાવ રહ્યો છે. જયારે અજમાની આવક પણ 4500 બોરી આસપાસ થવા પામી છે જેનો ભાવ પણ રૂપિયા 1400 થી 3,050 સુધી નો રહેતા પાટણ માર્કેટ યાર્ડમાં પોતાના ખેત ઉત્પાદનના વિવિધ માલનું વેચાણ કરવા આવતા ખેડૂતો ને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોના ચહેરાઓ પર ખુશી ની લહેર જોવા મળી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.