રાધનપુર : રામનગર સોસાયટીમાં વિકાસના કામો ન થતાં લોકસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી

પાટણ
પાટણ

રોડ રસ્તા ,ગટરની સુવિધાથી વંચિત રહેતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી: ૨૦૨૪ લોકસભાની  ચુંટણી યોજવવા જઈ રહી છે. જેને ધ્યાને લઈ રાજકીયપક્ષો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી મતદારો સુધી પહોંચવા અને રીઝવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાધનપુર વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી (૧)અને રામનગર (૨) સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે છેલ્લા ૧૫ વર્ષથી સાફ – સફાઈ ,રોડ ,રસ્તા અને લાઈટ, ડોર ટુ ડોર કચરો લેવામાં આવતા પાલિકાના વાહનો સહિતની સુવિધાઓ  આજદિન સુધી ન મળતાં સાથે સુધ્ધ પીવા લાયક પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વર્ષોથી ન મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાધનપુર વોર્ડ નંબર સાતમા આવેલ રામનગર સોસાયટીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.સોસાયટીમાં ગટરની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં હોવાથી સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પાયાની સુવિધાથી વંચિત રહેતા લોકસભાની  ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

રાધનપુર પાલિકા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીના રહીશોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ચુંટણી દરમિયાન કોઇ મત માંગવા આવવુ નહી એવા લખાણવાળા બેનરો  સોસાયટીના ગેટ પર લગાડવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધા ન હોવા છતા 100 ટકા વેરા વસુલ કરવામાં આવે છે. તેમ છતાં પાયાની સુવિધાઓ ગટર વ્યવસ્થા સાફ સફાઈ રોડ રસ્તા લાઈટ ડીમ આવવાથી લાઈટ નો પૂરતા પ્રમાણમાં નમળતા સહિતના  વિરોધમાં લડત ચલાવવામાં આવી રહી છે.

આ અંગે રામનગર સોસાયટી ના રહીશ: ઠાકોર જગશિભાઈ મનજીભાઈ સહિતના અન્ય સ્થાનિકો એ જણાવ્યું હતુંકે અમો ઘણા  વર્ષોથી અમો રામનગર સોસાયટી ૧ રામનગર સોસાયટી ૨ માં વસવાટ કરીએ છીએ ચુંટણી આવે ત્યારે નેતાઓ મત લેવા આવી જાય છે અને ચુંટણી દરમિયાન નેતાઓ મોટા – મોટા વાયદા કરીને જાયછે અને ચુંટણી ગયા પછી કોઈ સુવિધાઓ મળતી નહિ અને અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા ગટર વ્યવસ્થા અને સાફ સફાઈ તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે અને અમો આવનારી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરીએ છીએ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.