આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ

પાટણ
પાટણ

શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં ક્રમશ પ્રિ મોન્સુન ની કામગીરી હાથ ધરવા પાલિકા પ્રમુખે સૂચના આપી: ચાલુ સાલે ચોમાસાની ઋતુ વહેલી હોવાની આગાહીના પગલે પાટણ નગરપાલિકા દ્વારા પ્રીમોનસૂન ની કામગીરી હાથ ધરવા પાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકાના પ્રી-મોનસુન ની કામગીરી કરવા વોડૅ ઇન્સ્પેક્ટરોને સુચિત કરાતા શુક્રવારે ધીવટા વોર્ડ વિસ્તારના વોડૅ ઇન્સ્પેક્ટર દ્વારા કર્મચારીઓને સાથે રાખી પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓ દ્વારા શહેરના છીડીયા દરવાજા નજીક આવેલ રામપાર્ક સોસાયટીની પાછળની ગટરની સફાઈ કામગીરી સાથે શહેરના ચતુર્ભુજ બાગ પાછળની વરસાદી પાણીના નિકાલ માટે ની બનાવાયેલી ગટરની ગંદકી સહિત નો કાદવ કીચડ સાફ કરી ગટરને સ્વચ્છ બનાવવામાં આવી હતી.

આ સાથે આ વિસ્તારમાં પડેલા ગંદકીના ઢગ પણ દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ક્રમશ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોય તેના નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી અને કામગીરી હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.