સિદ્ધપુરનો મગદળનો પ્રસાદ અયોધ્યા પહોંચશે : રામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે

પાટણ
પાટણ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે. આ ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર સહભાગી બનવા અધિરૂ બન્યું છે. ઠેર ઠેર રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાન શ્રીરામચંદ્રજીને પ્રસાદ માટે વિવિધ પ્રકારની પ્રસાદ તૈયાર કરવામાં આવી રહી છે.અયોધ્યા ખાતે શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અયોધ્યા ખાતે પધારનારા શ્રી રામ ભકતો માટે 15000 કિલો મગદળ નો પ્રસાદ વિતરણ કરવામાં આવનાર છે. જે મગદળના પ્રસાદ બનાવવાની જવાબદારી પાટણ જિલ્લાના યાત્રાધામ સિદ્ધપુર શહેરના મગદળ સ્પેશિયાલિસ્ટ રસોયાની 11 સભ્યોની ટીમને પ્રાપ્ત થતાં સિધ્ધપુર ના રસોયા ની ટીમે તેનો સહષૅ સ્વીકાર કરી તા. 5 જાન્યુઆરી થી અયોધ્યા મા આવેલ ભગવાન શ્રી રામચંદ્ર ના મંદિર થી એક કિ. મી. દુર આવેલ મા દુગૉ કાલી શકિતપીઠ ખાતે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મગદળનો પ્રસાદ તા.20 જાન્યુઆરી ના રોજ સંપૂર્ણ પણે તૈયાર કરી ભગવાન રામચંદ્રજી ના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પધારનારા રામ ભકતો ને પ્રસાદના રૂપે વિતરણ કરવામાં આવશે.


રાકેશ ભાઈ દવે એ જણાવ્યું હતું કે, સિધ્ધપુર ના રસોયા ની 11 સભ્યોની ટીમ દ્રારા તૈયાર થઈ રહેલા 15 ટન એટલે કે 15000 કિલો મગદળ નો પ્રસાદ તૈયાર કરવા માટે રોજ 700 કિલો મગદળનો પ્રસાદ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના નાના નાના પ્રસાદ માટે પેકિંગ કરવામાં આવી રહ્યા છે. જે ભક્તો ને વહેંચવામાં આવશે.15000 કિલો મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં 300 ડબ્બા ધી, 1 ટન ચણાનો લોટ,1 ટન ખાડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્રસાદ તૈયાર થયેથી તેના 150 ગ્રામના 1.50 લાખ જેટલા પેકેટ તૈયાર કરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેનારા રામ ભકતોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.સિધ્ધપુરના મગદળ બનાવવાના સ્પેશિયલ રસોઈયા ની 11 ટીમમાં રાકેશભાઈ દવે,ભાવેશભાઈ દવે, શૈલેષભાઈ પાધ્યા, હરેશભાઈ ઠાકર, ભરતભાઈ પવાર, અર્જુનભાઈ ઠાકોર, અજયભાઈ ઠાકોર,મેહુલભાઈ મકવાણા, શારદાબેન ઠાકોર, બબીબેન ઠાકોર, ગજરાબેન ઠાકોર મગદળ નો પ્રસાદ તૈયાર કરવા માટે રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાકેશ ભાઈ દવે અને ભરત ભાઈ એ જણાવ્યું હતું. રાકેશ ભાઈ દવે અને ભરત ભાઈ એ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ના પ્રતિષ્ઠા મહોત્સવ માં ભક્તો ને અમારા હાથે તૈયાર કરવામાં આવેલ મગદળનો પ્રસાદ શ્રી રામ ભક્તો ને આપવામાં આવશે એ અમારા માટે ગૌરવ ની વાત છે અને જીવન નો યાદગાર પ્રસંગ રહશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.