મોબાઈલ ચોરીના 17 ગુના સહિત ગુમ અરજીના 105 મોબાઈલ પોલીસે શોધી કાઢી અરજદારોને આપ્યાં

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ગુમ, ચોરી અંગેની e-FIR, FIR ના કુલ- 17 અનડીટેકટ ગુના ડીટેકટ કરી તેમજ અન્ય મોબાઇલ ગુમની અરજીના આધારે એમ કુલ મોબાઇલ નંગ-105 કિ.રૂ.16,10,000/ ના મોબાઇલ ફોન સાયબર ક્રાઇમ પોલીસે શોધી અરજદારોને પરત આપ્યાં હતા.

પાટણ જિલ્લામાં વર્ષ-2023 માં મોબાઇલ ફોન ગુમ, ચોરી લગત બનાવો બાબતે થયેલ અરજીઓ,e-FIR/FIR નું અત્રેથી ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારોના મોબાઇલ નંગ-105 જેની આશરે કુલ કિ.રૂ.16,10,000 ની રકમના મોબાઇલ ફોન અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકશાન થતા અટકાવી મદદરૂપ થયેલ છે.

પાટણ સીટી એ ડીવી..બી ડીવી., સિધ્ધપુર,વાગડોદ ઉંઝા, ચાણસ્મા, તથા છાપી પો.સ્ટે ખાતે દાખલ થયેલ કુલ-17 અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ-19 આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી આગળની કાર્યવાહી સારૂ જે-તે પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે. સાઇબર ક્રાઇમ પોલીસે અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-105 જેની આશરે કિ.રૂ.16.10.000 થાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.