પાટણના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ચાલુ વર્ષ 2023-24 દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ,જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ સીનિયર સીટીઝન બહેનોની એથ્લેટીકસ,યોગાસન ચેસ,રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા એથ્લેટીક્સમાં 8,રસ્સાખેંચમાં 19,યોગાસનમાં 9 અને ચેસમાં 4 એમ કુલ 39 જેટલી સિનિયર સીટીઝન મહિલાઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિજેતા થનાર મહિલાઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાને જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણ પટેલ દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.આ ઉપરાંત હિરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં ચેસ અને યોગાસનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.