બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક.કે.કે.પંડ્યા પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો,વચગાળાના જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ સુચના આધારે પાટણ પેરોલ ફર્લો સ્ટાફના માણસો સાથે વાગડોદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોરવા(હ) જી.પંચમહાલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૨૦૪૮૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ.૩૭૬(૨)(એન) ,૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ.૨૦૧૨ની કલમ.૬ વિ.મુજબના કામે નાસતા-ફરતા આરોપી જેસાંગસિંહ ચમનજી ઠાકોર રહે.કિર્મબુવા તા.સરસ્વતી જી.પાટણવાળાઓ નાસતા-ફરતા હોઈ જેઓ  કોઈટા મુકામે હાજર હોવાની હાકીકત આધારે  સ્ટાફ ના માણસો સાથે સદર હકીકતવાળી જગ્યાએ વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત નાસતા-ફરતા આરોપી મળી આવતા તેઓને કોઈટા મુકામે સી.આર.પી.સી કલમ.૪૧(૧)આઈ મુજબ અટક કરી આરોપીની આગળની કાર્યવાહી કરવા સારૂ વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.