પાટણ નગરપાલિકાએ આખરે ફાયર સેફ્ટી ને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ બનાવી

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન કરાવવામાં આવે છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા બિલ્ડીંગોની સામે કાર્યવાહી પણ કરાતી હોય છે. જોકે પાટણ નગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફટીનાં પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું હતું અને તે બાબતે મિડિયા દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવતાં સફાળા જાગેલ પાલિકા સતાધીશો સહિતના અધિકારીએ દ્રારા પાલિકા કેમ્પસમાં તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો કાયૅરત બનાવવામાં આવતાં લોકોએ મિડિયાના સમાચારની સરાહના કરી હતી.

મિડિયા દ્રારા પાલિકામાં ફાયર સેફ્ટી ના અભાવ બાબતે પ્રકાશિત કરવામાં આવેલ સમાચાર ને પગલે પાલિકા સતાધીશો અને અધિકારીઓ એ ગુરૂવારે પાલિકાના બન્ને માળમાં 11 જેટલી ફાયર બોટલ મુકવા આવી હતી.

પાલિકા ના ફાયર વિભાગ દ્વારા બે માળની કચેરીમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રણ ફાયર બોટલ મુકવા માં આવી છે . તો ઉપરના માળે પણ તમામ રૂમની બહાર એક એક એમ 5 ફાયર બોટલ મુકવામાં આવી હતી. તો ઉપર ના સભાખંડ ના બંને ગેટ પાસે પણ એક- એક બોટલ મુકવામાં આવી હોવાનું પાટણ નગરપાલિકા ના ફાયર વિભાગ અધિકારીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.