પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ પાલિકા ખાતે વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

પાટણ
પાટણ

પાટણ નગર પાલિકા ખાતે આજથી 2024- 25ના એડવન્સ વેરા સ્વીકારવાનું શરૂ કરવાનું હતું પરંતુ આજે પણ શરૂ થયું નહતું. ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા દવરા પાણી, ગટર, સફાઈ સ્ટેટલાઈટ માં વધારો કરાયો છે.જેને લઈ કોંગ્રેસ દ્વારા પોસ્ટર પ્રદર્શન કરી વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા અને ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં પોલીસ આવી જતા પોલીસે તમામ કાર્યકરો ની અટકાયત કરી શહેર ની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સવારે નગર પાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરી નગર પાલિકા દવરા કરવામાં આવેલ વેરા વધારો નો વિરોધ નોંધવાયો હતો અને પાલિકા ખાતે ભાજપ નગર પાલિકા વિરોધ સુત્રોચાર કર્યા હતા. જ્યાં પાલિકા ખાતે પોલીસ આવી જતા પાલિકા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસ ના કાર્યકરો અટકાયત કરી પોલીસ ટીંગ ટોળી કરી પોલીસ વાન માં બેસાડી શહેર ના બી ડિવિઝન ખાતે લઈ ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.