ચોરીના મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ

પાટણ
પાટણ

પાટણ બી ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે બે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક  ડૉ.રવિન્દ્ર પટેલ દ્રારા પાટણ શહેર અને જિલ્લામાં વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ કરેલ સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર ના કે.કે.પંડયા તથા આર.કે.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર બી ડીવીઝન નાઓની મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન હાસાંપુર બસ સ્ટેન્ડ ખાતે આવતાં એક મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો શકમંદ જણાઇ આવતા સદરી ઇસમોને મોટર સાયકલ બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી સદર મો.સા.નો એન્જિન ચેચીસ નંબર પોકેટકોપની મદદથી સર્ચ કરતાં સદરી મો.સા.પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૦૨૪૦૧૯૮ ઇ.પી.કો કલમ ૩૭૯ ના કામે ચોરાયેલ હોઇ જેથી સદરી ઇસમો એ પોતાની પાસેનુ મો.સા બુલેટ રોયલ એંફીલ્ડ ક્લાસીક ૩૫૦ પાટણ શ્રી દેવ કોમ્પ્લેક્ષમાંથી ગઇ તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ મો.સા.રીકવર કરી આરોપી કરણજી બાલસંગજી ઠાકોર રહે આંબાવાડી બાલીસણા તા.જી.પાટણ, યુવરાજ વંદનજી પ્રભાતજી ઠાકોર રહે.બાલીસણા તા.જી.પાટણ વાળાની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.