તરભ ખાતે વડાપ્રધાન ના આગમનને લઈ પાટણ પાલિકાની સફાઇ ટીમ ને તરભ રવાના કરાઈ

પાટણ
પાટણ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ખાતે યોજાઈ રહેલા શ્રી વાળીનાથ શિવ મંદિરના ભવ્યાથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુરુવારે તરભ વાળીનાથની જગ્યામાં  આયોજિત પ્રસંગમાં ઉપસ્થિત રહેનારા છે જેને લઈને ને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશનું આસ્થાનું કેન્દ્ર એવા વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી રહી છે. સવારથી સાંજ સુધી વિવિધ કાર્યકમો યોજાઈ રહ્યા છે.

તા.22મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ આવી રહ્યા છે જેને લઇને પાટણ નગર પાલિકા દ્રારા 15 સફાઈ કામદારો અને 2 સુપરવાઈઝરો સાથે એક ડ્રાઇવર ને તરભની સ્વચ્છતા કામગીરી માટે બુધવારે સાંજે રવાના કરાયા હોવાનું પાલિકાના એસઆઈ આસમાન પાસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.