પાટણના અનાવાડા ગામની સીમમાં ત્રણ ખેડૂતોના ખેતરોના બોર પરથી રૂ.50 હજાર થી વધુ ની કિંમત નો બોર કેબલ ચોરાયો

પાટણ
પાટણ

બોર કેબલ ચોરીની ઘટનાને લઇ સીમ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો: પાટણ નજીક આવેલા અનાવાડા ગામના ત્રણ ખેડૂતોના સીમ વિસ્તારમાં આવેલા ખેતર પરના બોર પરથી કોઈ તસ્કર ટોળકી ગતરાત્રે રૂપિયા 50,000 થી વધુ ની કિંમત ના બોર કેબલ ની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટનાને લઈને સીમ વિસ્તારમાં આવેલા ખેતરોના ખેડૂતોમાં સનસનાટી સાથે ફફડાટ વ્યાપી જવા પામતા અને આ મામલે ખેડૂતો દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી કેબલ ચોર ટોળકીને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ કેબલ ચોરીની ઘટનાની મળતી હકીકત મુજબ શનિવારની રાત્રે અનાવાડા ગામના પટેલ મેહુલકુમાર રાયચંદભાઈ, પટેલ અશ્વિનકુમાર કાંતિલાલ અને પટેલમનોરભાઈ વીરચંદભાઈ ના સીમ વિસ્તારમાં આવેલા ખેતરોના બોર પર થી કોઈ કેબલ ચોર તસ્કર ટોળકીએ અંદાજિત રૂપિયા 50,000 થી વધુ ની કિંમતના બોર કેબલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતની સવારે ખેતરે આવેલા ખેડૂતોને જાણ થતા તેઓએ આ બાબતે ની જાણ પોલીસ તંત્ર ને કરતા પોલીસે ઘટના સ્થળે આવી કેબલ ચોરી કરનાર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનાવાડા ગામની સીમમાં આવેલા ખેડૂતોના ખેતરના બોર પરથી થયેલી બોર કેબલ ચોરીની ધટનાને લઈને સીમ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ત્યારે બોર કેબલ ચોરીને અંજામ આપનાર કેબલ ચોર  ટોળકીને પોલીસ તાત્કાલિક ધોરણે ઝડપી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી ખેડૂતો મા માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.