પાટણમાં આગામી 9 ડિસેમ્બર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો અંતિમ દિવસ

પાટણ
પાટણ

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા તા. 27/10/2023 થી તા- 09/12/2023 સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નામની નોંધણી, મતદાર યાદીમાંથી નામ કમી કરવા, તથા મતદારયાદીમા નામ / વિગતો / ફોટા સુધારવાની કામગીરી ચાલુ છે.દેશનું ફોર્મ એટલે કે વોટર રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે તમામ નાગરિકોએ આગળ આવવું જરૂરી છે. જે માટે હાલમાં ખાસ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં જોડાવા માટે જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે. આગામી તારીખ 09/12/2023ના રોજ ખાસ ઝુંબેશનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

આ ખાસ ઝુંબેશના દિવસ દરમિયાન પાટણ જિલ્લાના તમામ મતદાન મથક ખાતે BLO હાજર હશે તેમની પાસે નવા નામની નોંધણી, અવસાન થતા નામ કમી તથા નામ / સરનામાં કે ફોટા સુધારા માટેની અરજીઓ રજુ કરી શકાશે. વધુ માહિતી માટે 8929441950 પર મિસ્ડ કોલ કરવો.જો 18 – 19 વર્ષના તથા 20 થી 29વર્ષના કોઈ વ્યકિતની મતદાર યાદીમાં નોંધણી બાકી હોય તો તુરંત જ આ ખાસ ઝુંબેશમાં જોડાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.