મકરસંક્રાંતિ પર્વ પાટણ નગરપાલિકાને આર્થિક રીતે આંશિક ફળ્યું

પાટણ
પાટણ

પાટણ શહેરમાં તાજેતરમાં સંપન્ન થયેલ મકરસંક્રાંતિ પર્વ પાટણ નગરપાલિકાને આર્થિક રીતે આંશિક ફળ્યું છે. અગાઉ પાટણમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીની હાટડીઓ ગમે ત્યાં ગમે તે સ્થળે મંજૂરી વિના જ ઉભી થઈ જતી હોવાથી અને રાજકીય ઘોંચ પરોણીના કારણે નગરપાલિકાને પોતાની જગ્યામાં હંગામી ધંધો કરતાં લોકો તરફથી કોઈ ખાસ આવક થતી નહોતી. એ સમયે અત્યાર સુધી અંદાજે 25 થી 30 હજારની જ આવક થતી હતી. પરંતુ આ વખતે પાટણ નગરપાલિકાએ જૂનાગંજ, બગવાડા અને હિંગળાચાચર ચોકમાં 20 જેટલી પતંગ દોરીનાં સ્ટોલને મંજૂરી આપતાં રોજનાં દોઢ રૂપિયા ચોરસ ફૂટનાં લેખે ભાડે આપી હતી.એ પછી જે વેપારીઓએ પતંગ દોરીની દુકાનો શરુ કરવા માટે મંજૂરી મેળવી નહોતી તેવાઓ પાસેથી નગરપાલિકાએ બમણો વહિવટી ચાર્જ વસુલ કર્યો હતો ને નગરપાલિકાની ઈતર બાંધકામ શાખાએ રૂા.1,07,300ની વહિવટીચાર્જની રકમ મેળવી હતી.

આ આવક વધવાનું કારણ એ જણાવાય છે કે, આ વખતે નગરપાલિકામાં કર્મચારીઓની આ અંગેની વસુલાતની કામગીરી દરમ્યાન કોઇ વેપારીએ રાજકીય વ્યક્તિની દખલગીરી વચ્ચે લાવ્યા વિના જ પોતાનાં ચાર્જ ચૂકવ્યા હતા અને કોઈ રાજકીય વ્યક્તિએ પણ આ કામમાં ડખલગીરી કરી નહોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.