સિદ્ધપુરમાં બીજા દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા અભિતા પટેલએ જમાવટ કરી

પાટણ
પાટણ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગાયક કલાકાર રાજભા ગઢવી અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા અભીતા પટલે સિદ્ધપુરની જનતાનું મન મોહી લીધુ હતું. આ સાથે જ માતૃ વંદના કાર્યક્રમમાં પાટણના પ્રખ્યાત ગાયિકા શ્રી આસના બેન પાલકર પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઇ હતી.આજે સમગ્ર જગ્યાએ મહિલાઓનું અમૂલ્ય યોગદાન જોવા મળી રહ્યું છે વિવિધ ક્ષેત્રોમાં નારી શક્તિ આજે ખુબ જ આગળ જોવા મળી રહી છે. તે અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે યોજાયેલ બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમમાં નારી શક્તિને મહત્વ આપવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર નારી શક્તિને વિવિધ મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.


ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં ‘માતૃ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે.આજરોજ આયોજીત ‘માતૃ વંદના’ કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનીતા બેન પટેલ, ઉપપ્રમુખ સોનલ બેન ઠાકર, નિવાસી અધિક કલેટર પ્રદીપસિંહ રાઠોડ, DRDA નિયામક આર કે મકવાણા, સિદ્ધપુર પ્રાંત અધિકારી સંકેલ પટેલ, સિદ્ધપુર મામલતદારશ્,રમત ગમતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.