પાટણ સરસ્વતી નદીના પુલ પરથી ઈકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ને એલસીબી ઝડપી લીધો

પાટણ
પાટણ

પાટણના સરસ્વતી નદીના પુલ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી ઇકોગાડીને એક ઈસમ સાથે પાટણ એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબત મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રોહી.લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પી.આઇ,વી.આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે ચક્રો ગતિશીલ બનાવી સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મળેલી બાતમી હકીકત આધારે ટીમે સરસ્વતી પો.સ્ટે. વિસ્તારના સરસ્વતી નદીના પુલ ઉપર નાકાબંધી કરી ઇકો ગાડી નં-GJ01HY9359 પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ઈકો ગાડીમાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ટીન નંગ-૧૨૮કિં.૩૭,૧૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ સાથે ડ્રાઇવર હિતેષ સુરેશભાઇ ઠાકોર રહે કેશવનગર, અમદાવાદ વાળાને પકડી સરસ્વતી પો.સ્ટે.માં પ્રોહી બિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણભાઇ રહે.ધાનેરા જી.બનાસકાંઠા (દારૂ ભરી આપનાર) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.