પાટણમાં ચા વેંચીને પરિવારનું ભરણપોષણ કરતા ખેમરાજ દવેને ઇન્કમ ટેક્ષ વિભાગે આપી 49 કરોડની નોટીસ

પાટણ
પાટણ

જો તમારી સામાન્ય અને તમને કરોડો રૂપિયાનો ઇન્ક્મટેક્ષ ભરવાની નોટિસ મળે તો શું થશે? આવું જ કંઈક પાટણ જિલ્લામાં ચા વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા ખેમરાજ દવે સાથે થયું છે. ઇન્કમટેક્ષ વિભાગે નાની દુકાનમાં ચા બનાવતા ખેમરાજ દવેને 49 કરોડ રૂપિયા ચૂકવવા નોટિસ મોકલી છે.

જાણો શું છે સમગ્ર મામલો: મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી ખેમરાજ દવે પાટણના નવાગંજમાં આવેલી બજાર સમિતિના માર્કેટમાં ચા વેચવાનું કામ કરે છે. આ સમય દરમિયાન તેની માર્કેટમાં વચેટિયા એવા અલ્પેશ અને વિપુલ પટેલ સાથે પરિચય થયો હતો. બંને ખેમરાજ દવેની દુકાને ચા પીવા આવતા. સાતમા ધોરણ સુધી ભણેલા ખેમરાજ દવેએ તેમના બેંક એકાઉન્ટને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે તેમની મદદ માંગી હતી. ત્યારપછી પટેલ બંધુઓને આધાર અને પાન કાર્ડ સાથે ફોટા પણઆપવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી ખેમરાજ દવેને તેનું આધાર અને પાન કાર્ડ પાછું મળી ગયું. જો ખેમરાજ દવેનું માનીએ તો આ સમય દરમિયાન તેમને કેટલાક કાગળો પર સહી કરાવવામાં આવ્યા હતા.

વર્ષ 2023 સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ ઓગસ્ટ મહિનામાં ખેમરાજ દવેને ઇન્કમ ટેક્ષ વિભાગ તરફથી આવકવેરાની નોટિસ મળી. આ નોટિસ અંગ્રેજી ભાષામાં હતી. તેથી ખેમરાજ દવે નોટિસ વાંચી શક્યા ન હતા, જ્યારે ફરીથી નોટિસ આવી ત્યારે દવેએ સુરેશ જોશી નામના વકીલનો સંપર્ક કર્યો અને ખબર પડી કે આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2014-15 અને 2015-16માં ગેરકાયદેસર વ્યવહારો માટે દંડ ફટકાર્યો છે.

ચા વેચનારના નામે બીજું ખાતું ચાલી રહ્યું છે: દવેએ તેનું એકાઉન્ટ ચેક કર્યું અને પાસબુક પણ પ્રિન્ટ કરાવી પણ તેમાંથી કઈ પણ ન સામે આવ્યું. આ દરમિયાન બેંક ઓફિસરે જણાવ્યું કે દવેના નામે બીજું એકાઉન્ટ ચાલી રહ્યું છે. આ સાંભળીને દવેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જોકે, આ પાન કાર્ડ પર અલગ અલગ ખાતા ખોલવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ તેને મહેસાણાના વકીલ પાસે જવાનું કહ્યું હતું. અલ્પેશ અને વિપુલે તેને ધમકી આપી હતી કે જો તે આ સમગ્ર ઘટના અન્ય કોઈને કહેશે તો તેઓ તેને ફસાવી દેશે. ચા વેચનાર ખેમરાજ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી આખરે તેણે પાટણ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અલ્પેશ અને વિપુલ પટેલ સામે બનાવટી અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.

નકલી ખાતા ખોલીને કર્યા નાણાકીય વ્યવહારો: ખેમરાજ દવેએ આરોપ લગાવ્યો છે કે બંનેએ તેમના નામે ખાતા ખોલાવીને નાણાકીય વ્યવહારો કર્યા હતા. જેના કારણે હવે તેને આવકવેરા વિભાગ તરફથી 49 કરોડ રૂપિયાની નોટિસ મળી છે. દવેએ પાટણ પોલીસના બી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. દવેના પરિવારમાં તેમની પત્ની, બે છોકરાઓ અને એક પુત્રી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.