જગતગુરુ શંકરાચાર્યએ બે પુસ્તકનું વિમોચન

પાટણ
પાટણ

પાટણમાં 200 વર્ષ જૂના ભગવાન જગન્નાથના મંદિરની ઉત્ખનન વિધિ સાથે જીવદયા ભવનનું લોકાર્પણ અને બે ધાર્મિક ધાર્મિક પુસ્તકનું વિમોચન કાર્યક્રમ જગદીશ મંદીર ખાતે યોજાયો હતો. જેમાં શંકરાચાર્ય દ્વારા શહેરમાં બ્રાહ્મણોની સંખ્યા હજારોમાં હોવા છતાં કાર્યક્રમમાં પાંખી હાજરી હોય દુઃખ વ્યક્ત કરવાની સાથે કેવી રીતે ધર્મને બચાવશો તેવી ટકોર કરી હતી. વધુમાં સનાતન ધર્મને સાચવવા આવનારી પેઢીને સંપત્તિ નહીં પરંતુ સંસ્કાર આપવા માટે ઉપસ્થિત સૌ લોકોને અનુરોધ કર્યો હતો.પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દ્રારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે શહેરના 200 વર્ષ જુના જગદીશ મંદિર પરિસરની ઉત્ખનન વિધિ અને જીવદયા ભવનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ભગવાન પરશુરામના જીવન આધારિત પુસ્તક અને પ્રાર્થના બુકનું વિમોચન જગતગુરુ શંકરાચાર્યજીના હસ્તે કરાયું હતું.


આ પ્રસંગે જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં જ્યારે સંસ્કૃતિને નષ્ટ કરવા માટે નાલંદા વિદ્યાલયને આગ લગાવવામાં આવી હતી. જે ત્રણ મહિના સુધી આગ ચાલી હતી છતાં દેશમાંથી આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ નષ્ટ થયો નથી. જો સનાતન ધર્મને બચાવો હોય અને રક્ષણ કરવું હોય તો આપણા સંતાનોને સંસ્કાર આપવાની જરૂર છે સંપત્તિ તો સંતાનો જાતે કમાઈ લેશે. વધુમાં કાર્યક્રમમાં પાંખી હાજરીને લઈ તેમને જણાવ્યું હતું કે, શહેરમાં 5,000 બ્રાહ્મણો છે છતાં કાર્યક્રમમાં 500 પણ હાજર રહ્યા નથી, શું આ રીતે ધર્મ બચાશે તેવી ટકોર કરીને લોકોની નિરાશાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું.જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દ્રારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં દ્રારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે ઉત્ખનન વિધિ અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પિયુષ ભાઈ આચાર્ય દવરા પુસ્તક વિષય વિશે માહિતું આપી હતી. પુસ્તક શાળામાં આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. પાટણના શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય દ્વારા સોનાની સુવર્ણ માળા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજને પહેરાવી હતી.કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, કુલપતિ રોહિત દેસાઈ, એનજીએસ ડાયરેક્ટર જે એચ પંચોલી, સહિત ગુજરાત બ્રહ્મ સમાજ સમસ્તના આગેવાન હરગોવનભાઈ શિરવાડિયા, પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ વિનોદભાઈ જોશી, જગતગુરુ શંકરાચાર્યજીના કાર્યક્રમના સંયોજક હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંચાલન અશોકભાઈ ત્રિવેદી અને આશુતોષભાઈ પાઠકે કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.