પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સજૉતા રહીશો પાણી માટે ટળવળીયા

પાટણ
પાટણ

પાલિકા પ્રમુખે ટેન્કર મારફતે પાણીની સુવિધા પૂરી પાડી ભંગાણ સર્જાયેલ પાઇપ નું તાત્કાલિક સમારકામ કરવા આદેશ કર્યા: પાટણ નગર પાલિકા ના વોર્ડ નં.10 ના કાજીવાડા બોર પર થી વિસ્તારમાં પુરૂ પાડતી પાણી ની મુખ્ય પાઈપ લાઈનમાં રખાત વાડા નજીક ભંગાણ સજૉતા વોર્ડ નં.10 ના વિસ્તારમાં આવતા ઇકબાલ ચોક, મુલ્લાં બાખર ની પોળ,મુલ્લવાડ,સોલારાની પોળ, ટાંકવાડા,સહિત મોટા ભાગના વિસ્તારના લોકો  કાળજાળ ગરમી માં છેલ્લા બે દિવસ થી પાણી મામલે પરેશાન બન્યા છે.

બે દિવસથી મુસ્લિમ વિસ્તારમાં પાણી નહિ આવતાં અને વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર ના ઘરો માં પાણી સંગ્રહ ના સાધનો નહિ હોવાથી આવા પરિવાર ના લોકો ની હાલત કફોડી બની છે.

છેલ્લા બે દિવસ થી પાણી મામલે પરેશાની ભોગવી રહેલા વોડૅ નં-10 ના રહીશો ની મુશ્કેલી બાબતે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને જાણ થતાં તેઓ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો મોકલી રહીશોને ભોગવવી પડતી પાણી ની સમસ્યા નું નિરાકરણ લાવવાની સાથે ક્ષતિગ્રસ્ત બનેલા પાઈપ લાઈનની તાત્કાલિક સમાર કામગીરી માટે વોટર વર્કસ શાખા ને સુચના આપી આ વિસ્તારની પાણી ની સમસ્યાનુ નિરાકરણ લાવવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.