સાતલપુર તાલુકાના રોજુ ગામે ખેતરના વિવાદ મામલે પિતા-પુત્રને મારમારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

પાટણ
પાટણ

ઇજાગ્રસ્ત પિતા -પુત્ર ને રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા પુત્રની ગંભીર હાલત જણાતા ધારપુર હોસ્પિટલમાં ખસેડાયો

સાંતલપુર તાલુકાના રોઝુ ગામે ખેતરના વિવાદ મામલે એકજ કોમના ઈસમો એ બાપ અને દિકરા પર હુમલો કરી તેઓના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ ઘટના ની મળતી હકીકત મુજબ સાંતલપુર તાલુકાના રોઝુ ગામે રહેતા વીરાભાઈ ખેતાભાઈ આહિર ઉ.વ.50 અને કિશન વીરાભાઈ આહિર ઉં.વ.17 ઉપર તેમના જ ગામના અને તેમના જ સમાજ ના સાત જેટલા ઈસમોએ ગેર કાયદેસર મંડળી રચી ખેતરના મામલે અદાવત રાખી તેઓના ઘર ની અંદર તોડ ફોડ કરી ગડદાપાટુ અને ધોકા લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ઈજાગ્રસ્ત ના ભાઈ રણમલભાઈ આહિરે જણાવ્યું હતું.

તો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા વિરાભાઈ ખેતાભાઈ આયર અને તેમના દિકરા કિશન વીરાભાઈ આહિરને પરિવારના સભ્યોએ સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર દ્વારા ઈજાગ્રસ્ત બાપ – દિકરા ને પ્રાથમિક સારવાર આપી  દીકરાની ગંભીર ઈજાઓ જોતાં તેને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આ મારામારી ની ધટના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.