સાંતલપુર ના રાણીસરમા મહિલાના પિતરાઈ ભાઈએ જ આડા સંબંધનો વહેમ રાખી મહિલાના પેટમાં છરીના ઘા માર્યા

પાટણ
પાટણ

ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા ખુનનો ગુનો નોધાયો: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસર આંતરનેશમાં એક મહિલાની આડા સંબંધની વહેમમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતક મહિલાના પિતાએ પોતાના જ ભત્રીજા વિરુદ્ધ પોતાની દીકરીની હત્યા કરવા બદલ ગુનો નોંધાવતાં વારાહી પોલીસે હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ વારાહી પોલીસ મથકમાં રાણીસર ગામમાં રહેતા મામદ રહીમ ઈસ્માઈલભાઈ ભટ્ટી એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમની પત્ની નૂરબાઈ ગતરોજ તેઓના ઘરે હતા તે સમયે રાત્રિના સમયે હોબાળા નો અવાજ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા તે સમયે તેમનો ભત્રીજો ભટી ભાઈખાન ભચાભાઈ હાથમાં લાકડી લઈને ગામના ભટી રેમભા તાલબભાઈ સાથે બોલાચાલી કરતો હતો તે સમયે ફરિયાદીની દીકરી હસીના પણ બાજુમાં ઉભી હતી તે વખતે જ ભાઈખાને તેના હાથમાંની લાકડી રેમભાના માથામાં મારી હતી તેમજ ફેટમાંથી છરી કાઢીને હસીનાના પેટમાં ઉપરા છાપરી બે ધા મારી દેતા બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસ માંથી લોકો દોડી આવતા આરોપી ભટી ભાઈખાન ભચાયાભાઈ નાસી છૂટ્યો હતો.લોકોએ ઇજાગ્રસ્ત હસીનાબેન તથા રેમભાને સારવાર અર્થે ખસેડતા હસીનાબેન ને વધુ ઇજાઓ હોવાથી પ્રાથમિક સારવાર સદારામ હોસ્પિટલ રાધનપુર ખાતે આપ્યા બાદ પાટણની લાઈફલાઈન હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન બીજા દિવસે મૃત્યુ નીપજ્યું હતું.

તેમજ ઇજાગ્રસ્ત રામભા ને માથાના ભાગે વાગેલ હોવાથી તેઓને રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. હસીનાબેન નું મૃત્યુ થતા તેમના પિતા દ્વારા ભટી ભાઈખાન ભચાભાઈ ઈસ્માઈલભાઈ વિરુદ્ધ વારાહી પોલીસમાં ફરિયાદ આપતા વારાહી પોલીસે આઈપીસીની કલમો 302 અને 307 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેની તપાસ પીએસઆઇ એ પી જાડેજા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.