
પાટણની ધારપુર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો: જનરેટર પણ બંધ છે..
ધારપુર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી લાઈટ આવ જાવ કરી રહી છે જેના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સહિત હોસ્પિટલના કર્મચારીઓ આવી કાળઝાળ ગરમી માં તોબા પોકારી ઊઠ્યા છે. તો લાઈટ આવ જાવ કરતી હોવાના કારણે દર્દીઓના એક્સ રે સહિત ની ઈલેક્ટ્રોનિક તબીબી સુવિધાઓ ખોરવાતાં અને ધારપુર હોસ્પિટલમાં જનરેટર પણ બંધ હોવાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ધારપુર હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી ઈલેક્ટ્રીક ઉપકરણોની ઊભી થયેલી દુવિધા બાબતે હોસ્પિટલના સત્તાધીશોનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજ દિન સુધી પરિસ્થિતિનું નિરાકરણ નહીં આવતા લોકો આવી કાળજાળ ગરમીમાં મુશ્કેલી વેઢવા મજબૂર બન્યા છે.
આ બાબતે ધારપુર હોસ્પિટલ ના ડિન ડો. હાર્દિક શાહ એ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસ થી 11થી 4 સુધી દિવસ દરમિયાન લાઈટ અવન જવાન થાય છે અમે વિધુત વિભાગને જાણ કરી છે
પરંતુ હજુ સુધી કોઈ ફોલ્ટ મળ્યો નથી ત્યારે ઓપરેશન સમયે લાઈટ જાય તો ગંભીર સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ નું નિમૉણ પણ ઉભું થાય તેમ હોય તો ધારપુર હોસ્પિટલમાં જનરેટર પણ બંધ હોવાનું તેઓએ જણાવી વિધુત વિભાગ દ્વારા તાત્કાલિક ફોલ્ટ સોધી તાત્કાલિક નિરાકરણ લાવે તેવી આશા તેઓએ વ્યકત કરી હતી.