રાધનપુર પાણી પુરવઠા વિભાગ એક્સન મૂડમા, રાધનપુરમા ગેરકાયદેસર નળ કનેક્શન કપાયા

પાટણ
પાટણ

પાટણ જીલ્લાના રાધનપુર પાણી પુરવઠા વિભાગે ગેરકાયદેસર નળ કનેકશન રાખનાર સામે લાલ આંખ કરી છે અને રાધનપુર ના સરદારપુરા અને રાધનપુર ની વિનાયક સોસાયટી તથા તમામ સોસાયટીઓમાં ગેરકાયદેસર નળ કનેકશન રાખનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે હાલમાં ઉનાળા ની કાળઝાડ ગરમી પડી રહી છે અને ગેરકાયદેસર નળ કનેકશન ના કારણે રાધનપુર વિસ્તારમા પાણી ની સમસ્યા ન સર્જાય અને આવનાર સમયમા પાણી ની સમસ્યા ઉભી ન થાય તકેદારી ના ભાગ રૂપે રાધનપુર પાણી પુરવઠા વિભાગ એક્સન મૂડ મા જોવા મળી રહ્યું છે.

રાધનપુર વિસ્તારમા ગેરકાયદેસર નળ કનેકશન રાખનાર લોકો ની હવે ખેર નથી રાધનપુર પાણી પુરવઠા વિભાગ ને એક્સન મૂડ જોઈને રાધનપુર વિસ્તારમા પીવાના અને વાપરવાના પાણીમા કોઈ ઘટ નહિ પડે જેને લઈને સ્થાનિક લોકોમા ખુશી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.