રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે માતાની પુણ્ય તિથિ નિમિત્તે શાળાના બાળકોને સ્વેટર વિતરણ કર્યું

પાટણ
પાટણ

ગોખાતર ગામડી પ્રા.શાળા ખાતે રાધનપુર નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દ્વારા તેમની માતૃશ્રી કાંતા બેન ની પ્રથમ પુણ્ય તિથિ નીમિતે સાંતલપુર તાલુકા ની ગોખાતર ગામડી નવા બનાસ અને વાઢિયા પ્રાથમિક શાળાના બાળકો ને સારી કવોલિટી ના સ્વેટર નું વિતરણ કરવા માં આવ્યું. આજે આ કાર્યમાં મદદ રૂપ થતા રાજુભાઈ પંચાલ મદારસિંહ ગોહિલ.જગડિશ્પુરી અને અશોકભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.


બાળક ભગવાન નું રૂપ છે.માતા પિતા ની બાકી રહી ગયેલ સેવા એટલે આર્થિક પછાત વિસ્તાર ની શાળાઓ ના બાળકો આવા બાળકો ની સેવા કરવી એ સાચી સેવા છે.એવું મહેશભાઈ એ પોતાના વક્તવ્ય માં જણાવેલ. સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત ગોખાતર ગામડી પ્રા.શાળા થી કરવા માં આવ્યું. જેમાં ગામ લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મદારસિંહ ગોહિલે મુખ્ય શિક્ષક ગોમગામાડી પ્રા.શાળા એ કર્યું.આભાર વિધિ ભગવાનભાઈ પટેલે કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.