ઘરમાંથી કાઢી મુકવાનું દબાણ કરી પિતા અને ભાઇઓએ છરી ધારીયાથી હમલો કર્યો, 4સામે ગુનો નોંધાયો

પાટણ
પાટણ

પાટણના પદમનાથ ચાર રસ્તા રોડ પર આવેલી રેડક્રોસ સોસાયટીની પાછળ નહેર પાસે રહેતા પરિવારના યુવકને તેની પત્નીને ઘરમાંથી કાઢી મુકવાનું દબાણ કરી યુવાનના પિતા સહિત પરિવારજનોએ છરી, ધારીયું, કોશ જેવા હથિયારોથી હુમલો કરી તેને છોડાવવા વચ્ચે પડનારાઓને પણ માર મારતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે 108 માં પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણના પદમનાથ ચાર રસ્તા રોડ પર આવેલી રેડક્રોસ સોસાયટીની પાછળ નહેર પાસે રહેતા અને ડ્રાઈવિંગ કરતા અશોકભાઈ પટણી (ઉ.વ.30)ને સંતાનમા ત્રણ દિકરીઓ હોવાથી અને દીકરો ન હોઈ તેમના પિતા તથા તેમના ભાઈઓ તેમને અવાર નવાર કહેતા હતા કે, તુ તારી બૈરીને કાઢી મુક અને બીજી લાવ જેથી તારે છોકરો આવે પરંતુ અશોક ઘરમાં કંકાસ ન થાય તે માટે એ લોકોને સમજાવતા કે, ભલે છોકરો ન હોય છોકરીઓ એ છોકરો જ છે તમેં ખોટી માથાકુટ ના કરશો ત્યારબાદ ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામા અશોક તથા તેની પત્ની તેમજ તેનો સાળો દશરથભાઈ રાયભણભાઈ પટણી ત્રણેય જણા તેમના ઘરે બેઠા હતા, ત્યારે અશોકના પિતા રમેશભાઈ વિરચંદભાઈ તેમના ઘરે આવી તેમને ગાળો બોલી અને કહેલ કે, તને કેટલી વાર કીધું છે કે, તારી બૈરીને કાઢી મુક, આને શું કરવી છે? જેથી અશોકે કહેલ કે, મારો સાળો મહેમાન છે, આવુ ના બોલશો તેમ કહેતા તેના પિતાએ ઉશ્કેરાઈ જઈ લોખંડની કોશથી અશોકના હાથના કાંડા તથા કોણીના વચ્ચેના ભાગે મારતા અને તેણે બુમો પાડતા તેના ભાઈ હિતેશભાઈ રમેશભાઈ પટણી તથા જયેશભાઈ રમેશભાઈ પટણી તથા બનેવી સંજયભાઈ ગોવાભાઈ પટણી રે.ગદોસણ તા. પાટણવાળાઓ ઉપરાણુ લઈને આવી ગયા હતા.

જેમા હિતેશભાઈએ ધારીયુ અશોકના માથાના ભાગે મારતા તેને લોહી નીકળ્યું હતું. જયેશભાઈ એ તેના છરી તેના ગળાના ભાગે ડાબા ભાગે મારી હતી. તે વખતે તેની પત્ની હેતલબેન તથા સાળો બન્ને જણા છોડાવવા વચ્ચે પડતા રમેશભાઈએ કોશથી તેના સાળાના બંને હાથના બાવડાના ભાગે મારી હતી. તે વખતે પત્ની હેતલબેન તેની દીકરીને તેડીને ઉભી હોવાથી તેને પણ ઝપાઝપીમા માથાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. તે વખતે તેની પત્નીએ બુમાબુમ કરતા આ બધાય ત્યાથી જતા રહેલ અને જતા જતા કહેતા ગયેલ કે, આજે તો તુ બચી ગયો પણ લાગ આવશે મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ અશોકને ઇજા થતા 108માં ધારપુર ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.