પાટણમાં કલેક્ટરના આદેશ પગલે પાલિકાની સાથે ધારાસભ્ય પણ રખડતાં ઢોરોને ડબ્બે કરવા મેદાને

પાટણ
પાટણ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામા દિન પ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસને નિવારવા નગરજનોની અનેક વખતની રજૂઆત અને પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે સ્વાગતમાં કરેલ ધારદાર રજુઆત ને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં પાટણ જિલ્લાના તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી રખડતાં ઢોરોના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા અને રખડતા ઢોરોને ડબ્બે કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.કલેકટર ના આદેશના પગલે પાટણ નગરપાલિકાઔની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરો ને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.જે ઝુંબેશ દરમિયાન શુક્રવારે સવારે શહેરના ડીસા હાઈવે માગૅ પર રખડતાં ઢોરોના ટોળા જોવા મળતા પાટણ ધારાસભ્ય દ્રારા આ બાબતે ચિફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક વાત કરતા તાત્કાલિક ચિફ ઓફિસર રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી કરતી ઢોર ડબ્બા ની ટીમે સાથે ડીસા હાઈવે પર દોડી આવ્યા હતા તો પોલીસ સ્ટાફે પણ ધટના સ્થળે આવી ધારાસભ્ય ની હાજરીમાં રખડતા ઢોરોને સોસાયટીમાં પુરી ત્યારબાદ ઢોર ડબ્બા મા પુરી મોતીસા ઢોર ડબ્બા મા લઈ જવામાં આવ્યા હતા. અંદાજીત 20 થી વધુ રખડતા ઢોરોને ઝડપી કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ચિફ ઓફિસર અને પાટણ ધારાસભ્યે જણાવ્યું હતું.


ત્રણ દિવસમાં નગરપાલિકાની ઢોર ડબ્બા ની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારો માથી અંદાજીત 70 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરવામાં આવ્યાં હોય આગામી દિવસોમાં પણ શહેર માથી રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી ચાલું રખાશે તેવું પાલિકા ચિફ ઓફિસરે જણાવ્યું હતું.તોડબ્બે કરાયેલ ઢોરોને છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી પાલિકા દ્વારા ઢોર દીઢ રૂ. 3 હજાર દંડ અને ઢોર પકડાયા ના બીજા દિવસ થી રોજના રૂ. 200 ઢોરના રખરખાવ ખચૅ વસુલવાની સાથે ઢોર છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી સ્ટેમ્પ ઉપર હવે પછી પોતાનું ઢોર રખડતુ નહિ છોડે તેવું સોગંદનામું મેળવીને જ ઢોર માલિકને તેનું ઢોર સોપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.