રાધનપુરમાં સોનીની દુકાનમાં આગ લાગતા અફર-ફતરી: ફાયર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો

પાટણ
પાટણ

રાધનપુરની જૂની બજાર માં આવેલી સોનીની દુકાનમાં અચાનક આગ ભભુકી ઉઠતાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. રાધનપુર ફાયર બ્રિગેડના બે બમ્બાની મદદથી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.રાધનપુર શહેરના જુની બજાર માં આવેલી ભોલે ટચ નામની ભરતસોની સોની ની દુકાન માં આગ લાગતા દુકાન માં પડેલ માલ સમાન બળી ને ખાગ થઈ જતા વેપારીને નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો રાધનપુરના જૂની બજાર માં સોનીની દુકાનમાં અચાનક આગમ્યો કારણો સર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિનાશક સ્વરૃપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી. રાધનપુર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ ફાયર બ્રિગેડ મળી ફાયર બમ્બા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઇ આગ બુઝાવવા જોરદાર પાણી ફોર્સ સાથે છંટકાવ કરવામાં આવ્યો હતો.


આગ પર કાબુ મેળવવા આવ્યો હતો .તમામ સરસામાન આગમાં ભડકે બળવા માંડતા આકાશમાં ધુમાડાના ગોટા ઉઠવા પામ્યા હતા. આગમાં દુકાનનો તમામ સરસામાન ફર્નિચર વિગેરે બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની મદદથી બે કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં આવી હતી. આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.