
પાટણની બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા આચાર્ય ભરતીમાં પસંદ થયેલા શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો
પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય ના વિજ્ઞાનપ્રવાહ વિભાગમાં ભરતી થઈ લાંબો સમય સુધી સેવાઓ આપી છે શાળા પરિણામ શ્રેષ્ઠ આવેલ અને શાળા વિકાસમાં યોગદાન આપી સતત પ્રયત્ન શિલ શિક્ષકો ની ગુજરાત સરકાર દ્રારા આચાર્ય ભરતી કરવામાં આવેલ તેમાં શાળા દિલીપભાઈ પ્રજાપતિ ની બનાસકાંઠા જિલ્લા બસુ હાઈસ્કૂલ માં આચાર્ય તરીકે પસન્દ થયેલ ત્યાં હાજર થયા હતા .તેમજ મોતીભાઈ દેસાઈ ચાણસ્મા તાલુકા વડાવલી ની સી એ શાહ વિધાલય માં આચાર્ય પસંદ થયા બંને સ્ટાફ મિત્રો ને શાળા દ્રારા આચાર્ય હાજર થવા મુક્ત કરેલ તેમનો આજે ભવ્ય શુભેચ્છા સાથે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
વિદાય લેનાર મિત્રો હાજર રહ્યા ડૉ બળદેવભાઈ દેસાઈ જણાવેલ કે શાળામાં પ્રથમ ભરતી વખતે અમારા સાથી પાંચ મિત્રો ભરતી થયેલ અને તે આચાર્ય કાર્યકાળ સભાળે છે તેમજ આ વખતે બંને મિત્રો પસન્દ થયા તે તેમની માતૃશાળામાં શ્રેષ્ઠ કામગીરી કરી શિક્ષણ ને ઉજાગર કરે તેવી શુભકામના પાઠવીએ તેઓ ને સાલ, મોમેન્ટ, શ્રીફળ અને કવર આપી વિદાય આપવામાં આવી હતી તમામ સ્ટાફમિત્રો એ વિદાયમાં સમૂહ ભોજન સાથે લઇ દિવાળી પર્વ ની શુભકામના પાઠવી દિવાળી વેકેશન માટે સત્ર પૂર્ણ કરેલ છે શ્રી પાટણ જૈન મંડળ પ્રગતિ કરનાર બંને શિક્ષકમિત્રો ને અભિનંદન પાઠવ્યા હતા.