પાટણ નગરપાલિકાની કારોબારી બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટે નવ નિયુક્ત ટીમના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ કારોબારી બેઠક ગુરૂવારની સાંજે પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી સમિતિના સભ્યો અને નગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ, ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મળી હતી. જે કારોબારી બેઠકમાં એજન્ડા પરના 20 જેટલા કામો અને વધારાના 5 કામો બાબતે વિચાર વિમર્શ કરી મોટાભાગના કામોને સવૉનુંમતે બહાલી આપી સામાન્ય સભામાં રજૂ કરવા સમંતી આપવામાં આવી હતી.પાટણ નગરપાલિકાની પ્રથમ મળેલી કારોબારી બેઠકમાં પાટણ શહેરના જુના બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન માર્ગ સુધીના ગૌરવ પથને કારણે સજૉતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ એક મીટર સુધી બંને સાઈડથી ગૌરવપથ ને ખુલ્લો કરવા બાબતે નિણૅય કરવામાં આવ્યો હતો. તો શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકાની પાર્કિંગ ની જગ્યા કોઈ પણ જાતના વ્યવસાયકારો ને નહિ ફાળવવાનો સામાન્ય સભાએ ઠરાવ કરેલ હોવા છતાં ગરમ કપડાના વ્યવસાયકારો દ્રારા પાલિકા ની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યાં વિના જ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા હોય જે ટેન્ટો ને પાલિકા તંત્ર દ્વારા પાર્કિંગની કામગીરી હાથ ન ધરાય ત્યાં સુધી આ વ્યવસાયકારોને પોતાનો વ્યવસાય તે સ્થળ પર કરવા દેવાના નિર્ણય સામે કારોબારી સમિતિના સભ્ય અને નગરપાલિકાના પૂર્વ પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે તેમજ નગરપાલિકા એપીએમસીના સદસ્ય આશિત તન્ના ના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યો હતો.


તો નગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડમાં સફાઈ કામગીરી દરમિયાન રોજિંદા કચરાનો નિકાલ કરવામાં શહેરની પ્રાઇવેટ સંસ્થાઓ જેવી કે હોટલ, રેસ્ટોરન્ટ, લોજ, મોટી દુકાનો વગેરેમાંથી કચરાનો નિકાલ કરવાની કામગીરી દરમિયાન સૂકા કચરાની સાથે ભીનો કચરો પણ આપવામાં આવતો હોય જે બાબતે હોટલ રેસ્ટોરન્ટ લોજ અને મોટી દુકાનો ના માલિકો દ્વારા ભીના કચરાનો નિકાલ સ્વખર્ચે કરવા માટે પણ સવૉનુંમતે નિર્ણય કરાયો હતો. આ સાથે નગરપાલિકામાં પર જ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના તમામ કર્મચારીઓને વેતન ધારા અધિનિયમ મુજબ તફાવતની રકમ ચૂકવવા માટેનો પણ સવૉનુંમતે નિર્ણય કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.